Tuesday, August 18, 2026
Homeરાજ્યજામનગરમોટરકારમાં ડાર્ક ફિલ્મ અંગે પોલીસ દ્વારા સીસીટીવીથી બાઝ નજર - VIDEO

મોટરકારમાં ડાર્ક ફિલ્મ અંગે પોલીસ દ્વારા સીસીટીવીથી બાઝ નજર – VIDEO

જામનગર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી પોલીસ ક્રાઇમ કોન્ફરન્સમાં કાળા કાચ કે ડાર્ક ફિલ્મ લગાવેલી કાર સામે કડક કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની સૂચનાના અનુસંધાને જામનગર શહેર અને જિલ્લામાં હવે સીસીટીવી કેમેરાની મદદથી કાળા કાચવાળા વાહનો પર બાજ નજર રાખી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લીપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની તથા પોલીસ હેડક્વાર્ટર્સના ડીવાયએસપી વી.કે. પંડ્યાની સૂચના મુજબ પોલીસ વિભાગની સીસીટીવી સર્વેલન્સ ટીમ (નેત્રમ)ને કાળા કાચવાળા વાહનો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.જે અનુસંધાને જામનગરના વિવિધ ધોરીમાર્ગ પર અલગ અલગ વાહનો પર સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન એક કારના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવેલી હોવાનું સીસીટીવી સર્વેલન્સમાં ધ્યાને આવ્યું હતું. કારનો નંબર જી.જે.-10-ડી.એન.-5112 હોવાનું ઓળખાયા બાદ પોલીસની વિવિધ એપ્લિકેશન અને સર્વેલન્સની મદદથી કારના ચાલક તથા માલિકની વિગતો મેળવી તેમને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે કારના કાચ પર લગાવેલી કાળી ફિલ્મ તાત્કાલિક દૂર કરાવી હતી તેમજ વાહનચાલક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

પોલીસની સીસીટીવી સર્વેલન્સ (નેત્રમ) ટીમના પીએસઆઈ બી.બી. સિંગલ તથા તેમની ટીમ દ્વારા તથા ટ્રાફિક શાખા પો.ઇન્સ. એસ. વી. ચૌધરી તથા ટ્રાફિક શાખા સ્ટાફ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરીને જામનગર શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ડાર્ક ફિલ્મ અથવા કાળા કાચ લગાવીને ફરતા વાહનો સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી કેમેરાની મદદથી આવા વાહનોની ઓળખ કરી સ્થળ પર અથવા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ડાર્ક ફિલ્મ લગાવીને રસ્તા પર નીકળનારા કારચાલકોએ હવે પોલીસની ત્રીજી આંખ સમાન સીસીટીવી સર્વેલન્સથી ચેતીને રહેવું પડશે. શહેર અને જિલ્લાના માર્ગો પર પોલીસની નજરથી કાળા કાચવાળી કાર બચી શકશે નહીં અને નિયમભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular