Saturday, August 15, 2026
Homeરાજ્યગુજરાતનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત સ્ટેટ રેન્કીંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટના વિજેતાઓને...

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત સ્ટેટ રેન્કીંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી અર્પણ

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત UTT ચોથા ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026ના સમાપન પ્રસંગે વિજેતા રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે મેડલ એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી વિવિધ વિજેતા ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા હતા. આ સાથે વર્ષ 2007-08, 2016-17, 2018-19 ના સરદાર પટેલ જુનિયર એવોર્ડ પણ એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે એન્યુઅલ રિપોર્ટની બુકલેટનું વિમોચન પણ કરાયું હતું.

નોંધનીય છે કે, ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 નું આ ચોથું વર્ષ છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી અંડર 9,11,13,15,17,19 ના છોકરા છોકરીઓ મળી કુલ 775 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ખેલાડીઓની સહાય માટે ૩૦ ટેકનિકલ સપોર્ટ સ્ટાફએ સેવા આપી હતી.

- Advertisement -

સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ સાંસદ હેમાંગભાઇ જોશી સાથે ટેબલ ટેનિસની રમતનો એક સેટ રમી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

આ સમારોહમાં વડોદરાના સાંસદ હેમાંગભાઇ જોશી, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશબાબુ, ધ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડના હોદ્દેદારો, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમૂખઓ, રમતગમત વિભાગના અધિકારીઓ, વરિષ્ઠ રમતવીરો તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular