Friday, August 14, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુરના ગુરગઢ ગામની સીમમાં જુગારનો અખાડો ઝડપાયો

કલ્યાણપુરના ગુરગઢ ગામની સીમમાં જુગારનો અખાડો ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણી જુગાર પર પોલીસ દ્વારા ધોંસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે એલસીબી પોલીસે કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામની સીમમાંથી રેઇડ દરમ્યાન નવ શખસોને જુગાર રમતા ઝડપી લઇ રૂ. 2.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ જુગાર દરોડાની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ આંબલિયા અને પીઠાભાઈ ગોજિયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામના રાજેશ મેરામણ સુવા નામના શખ્સ દ્વારા તેની ગુરગઢ ગામની વીળી સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીએ બહારથી માણસો ભેગા કરી અને જુગારીઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવી, અહીં ગંજીપાના વડે જુગારનો અખાડો ચલાવવામાં આવતા સ્થળે એલસીબીની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે રાજેશ ઉર્ફે રાજુ મેરામણ સુવા, રફીક અકબર શેખ, ભરત અરશી સુવા, મશરી દવુ કરમુર, ધરણાત લખુ સુવા, નેભા ઉર્ફે નયન વજશી સુવા, આદમ અબુ રૂંજા, બશીર જુસબ મંધરા અને જેઠા હમીર સુવા નામના નવ શખ્સોને લીધા હતા.

આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 40,500ની રોકડ રકમ રૂપિયા, 45 હજારની કિંમતના 8 મોબાઈલ ફોન, રૂપિયા સવા લાખની કિંમતના પાંચ મોટરસાયકલ, ઇલેક્ટ્રીક પંપ, એલઈડી લાઈટ વિગેરે મળી કુલ રૂપિયા 2,11,700નો મુદ્દામાલ કરજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular