Monday, August 3, 2026
Homeરાજ્યજામનગરજામનગર રેલ્વે સ્ટેશને રેપીડો દ્વારા ‘પીકઅપ એન્ડ ડ્રોપ પોઇન્ટ’નો પ્રારંભ

જામનગર રેલ્વે સ્ટેશને રેપીડો દ્વારા ‘પીકઅપ એન્ડ ડ્રોપ પોઇન્ટ’નો પ્રારંભ

જામનગર રેલ્વે સ્ટેશન ખાતે રેપીડો દ્વારા ‘પીકઅપ એન્ડ ડ્રોપ પોઇન્ટ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના થકી મુસાફરોને બાઇક ટેકસી, ઓટો, સહિતની સુવિધાઓ સરળતાથી એકજ સ્થળે મળી રહેશે.

- Advertisement -

ભારતની અગ્રણી મોબિલિટી સેવા રેપિડો દ્વારા જામનગર રેલવે સ્ટેશન ખાતે નવા ‘પિકઅપ એન્ડ ડ્રોપ પોઇન્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ મુસાફરોને ઝડપી, સુરક્ષિત, સરળ અને પરવડે તેવી ફર્સ્ટ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાનો છે. આ નવા કિયોસ્ક દ્વારા રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો હવે સરળતાથી રેપિડો બાઈક ટેક્સી, ઓટો અને કેબ બુક કરી શકશે. કિયોસ્ક પર મુસાફરોને એપ ડાઉનલોડ કરાવવા, રજિસ્ટ્રેશન અને પ્રથમ રાઇડ બુક કરવામાં પણ મદદ કરવામાં આવશે.

આ સુવિધા શરૂ થતાં મુસાફરોને રેલવે સ્ટેશન પરથી સરળ અને ઝડપી પિકઅપ સુવિધા, બાઈક ટેક્સી, ઓટો અને કેબ જેવી વિવિધ મુસાફરીની સુવિધાઓ એક જ સ્થળે મળી રહેશે તેમજ ઓછા વેઇટિંગ ટાઈમ સાથે ઝડપી બુકિંગ થકી સુરક્ષિત અને વેરિફાઇડ કેપ્ટન દ્વારા વિશ્વસનીય સેવાનો લાભ મળશે. આ ઉપરાંત લોકોને પરવડે તેવા ભાડામાં શહેરના કોઈપણ વિસ્તારમાં સરળ મુસાફરી કરી શકશે. નવા યુઝર્સ માટે એપ ડાઉનલોડ અને પ્રથમ રાઇડ બુકિંગમાં માર્ગદર્શનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.

- Advertisement -

રેલ્વે સ્ટેશને સુવ્યવસ્થિત પીકઅપ વ્યવસ્થાથી ટ્રાફીક અને ભીડમાં ઘટાડો થશે તેમજ પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો માટે સરળ પરિવહન સુવિધા મળી રહેશે. આ સુવિધાના પ્રારંભ થવાથી સ્થાનિક રેપિડો કેપ્ટન્સ માટે વધુ રોજગારી અને આવકની તકો ઉપલબ્ધ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular