જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રણ દિવસ આકાશી આફતના એંધાણની સંભવિત આગાહીના પગલે મહાનગરપાલિકાની ફાયર ટીમ આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ થઇ ગઇ છે.
હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીના પગલે રાજ્યસરકાર એલર્ટ થઇ ગઇ છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદની આગાહીના પગલે કલેક્ટર પી. બી. પંડયા, કમિશનર દીપક કેડિયા તથા સમગ્ર તંત્ર એલર્ટ થઇ ગયું છે. જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમને પણ સજ્જ કરી દેવામાં આવી છે. આપાતકાલિન સ્થિતિમાં કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી સજ્જ થઇ ગયા છે.
View this post on Instagram


