Monday, July 27, 2026
Homeરાજ્યહાલારલાંબા ગામમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લેતું એલસીબી

લાંબા ગામમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લેતું એલસીબી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર દેશી તથા વિદેશી દારૂની બદીને જડમૂળથી નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે દોલતપરા વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાનમાં જામતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર એલ.સી.બી. પોલીસે સફળ દરોડો પાડીને 410 લિટર દારૂ બનાવવાનો આથો તથા દારૂ ગાળવાના સાધનો સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ અને બાતમીના આધારે ગત તા. લાંબા ગામના દોલતપરા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં સુનીલભા મોડભા માણેક ઉં.વ. 23 વાળા પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા હતા. પોલીસે રહેણાંક મકાનમાં અચાનક રેઇડ કરીને તપાસ હાથ ધરતા સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ભઠ્ઠીનો સામાન મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો 410 લિટર 10,250,દારૂ ઉતારવાની ધાતુની નળી, લોખંડનો પ્રાઈમસ સહીત કુલ મુદ્દામાલની કિંમત 11,250 જપ્ત કર્યો હતો. કેસની આગળની તપાસ કલ્યાણપુર પોલીસ મથકના પો.હે.કોન્સ. હેમંતભાઈ ડી. કરમુર ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular