Thursday, July 2, 2026
Homeરાજ્યજામનગરઇકો કારના ચાલકે કાબૂ ગૂમાવતાં પોલ સાથે અથડાતાં ચાલકનું મોત

ઇકો કારના ચાલકે કાબૂ ગૂમાવતાં પોલ સાથે અથડાતાં ચાલકનું મોત

જામનગર જિલ્લાના કાનાલુસ ગામમાં રહેતો યુવક તેની ઇકો કાર લઇને સેતાલુસ ગામની સીમમાંથી પસાર થતો હતો ત્યારે કાબૂ ગૂમાવી દેતાં કાર ફાટક પાસેના લોખંડના પોલ સાથે અથડાતાં યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતાં હિતેષભાઇ દેવાભાઇ ખીંટ (ઉ.વ.26) નામનો યુવાન શ્રી ક્રિષ્ના એન્જીનિયરીંગ કંપનીની જીજે10 ડીએન 0899 નંબરની ઇકો કાર લઇને ગત્ તા. 29ના રોજ રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં પુરપાટ અને બેફિકરાઇથી જતો હતો ત્યારે સેતાલુસ ગામની સીમમાં આવેલા રેલવે ફાટક પાસેના હાઇટ લિમિટના લોખંડના પોલ સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માતમાં હિતેષભાઇને શરીરે તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ પાર્થ દ્વારા જાણ કરાતાં એએસઆ બી. સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular