Tuesday, June 30, 2026
Homeરાજ્યજામનગરઅમે મામલતદાર છીએ. અમારૂં કાંઇ થશે નહીં અને તને વિખી નાંખશું

અમે મામલતદાર છીએ. અમારૂં કાંઇ થશે નહીં અને તને વિખી નાંખશું

સ્કોર્પિયો કારના ચાલકને ત્રણ શખ્સોએ ધમકી આપી : પોલીસ દ્વારા સામસામી ફરિયાદ નોંધી તપાસ

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામ નજીક ટ્રાફિકના કારણે કાર વચ્ચે નાખતા કારના ચાલકને ફોર્ચ્યુનર કારના ચાલકે આવીને, “અમે મામલતદાર છીએ. અમારૂં કાંઇ થશે નહીં અને તેને વિખી નાંખશું.” તેવી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. સામાપક્ષે પણ ફોર્ચ્યુનર કારના ચાલકે ધમકી આપી હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી તી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર આવેલા પટેલનગરમાં રહેતાં નિરજભાઇ પ્રવીણભાઇ ભુવા (ઉ.વ.36) નામનો યુવાન ગઇકાલે સવારના સમયે તેની જીજે10 ટીવાય 7774 નંબરની કારમાં મોટી ખાવડી ગામના ગેટ પાસે પસાર થતો હતો ત્યારે ટ્રાફિકના કારણે કાર ધીમી પડતાં જીજે18 ઇબી 4463 નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે કાર આગળ લેવાનું કહેતાં નિરજે જગ્યા ન હોવાથી કાર લેવાની ના પાડતાં ફોર્ચ્યુનર કારમાંથી ઉતરેલા બે શખ્સોએ આવીને નિરજની કારના બોનેટ ઉપર ઢીકા માર્યાં હતાં. તેમજ અન્ય શખ્સે સ્કોર્પિયો કારના ડ્રાઇવર સાઇડનો મીરર તોડી નાખી જેમ ફાવે તેમ ગાળો કાઢી ત્યારબાદ નીરજને નીચે ઉતરવાનું કહી, “અમે મામલતદાર છીએ. અમારૂં કાંઇ થશે નહીં અને તેને વિખી નાંખશું.” તેવી ધમકી આપ્યાના બનાવ અંગેની જાણ કરાતા હે.કો. ડી. આર. ઝાલા તથા સ્ટાફએ ફોર્ચ્યુનરમાં રહેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ બનાવ પ્રકરણમાં સામાપક્ષે જતિન દશરથ પટેલ (ઉ.વ. 26) નામના યુવાને વળતી ફરિયાદ નોંધાવી સ્કોર્પિયો કારના ચાલકે તેની કાર ફોર્ચ્યુનર કાર સાથે અથડાવી નુકસાન કરી ગાળાગાળી કરી હતી અને સ્કોર્પિયોના ચાલકે જામનગરની બાહર નહીં જઇ શકો તેવી ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્નેની સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular