Saturday, June 27, 2026
Homeરાજ્યહાલારભાટિયા-દ્વારકા હાઈવે પર બતડીયા પાટિયા નજીક ટ્રિપલ અકસ્માત

ભાટિયા-દ્વારકા હાઈવે પર બતડીયા પાટિયા નજીક ટ્રિપલ અકસ્માત

ખાનગી બસ, કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર : કારચાલક ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયો

ખંભાળીયા-દ્વારકા હાઈવે પર ભાટિયા નજીક આવેલા બતડિયા પાટિયા પાસે હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ખાનગી બસ, કાર અને ટ્રેક્ટર વચ્ચે ટ્રિપલ અકસ્માત થતા હાઇવે પર અફડાતફડી મચી જવા પામી હતી. આ અકસ્માતમાં ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

- Advertisement -

આ અકસ્માતની વિગત મુજબ ખંભાળિયા-દ્વારકા હાઈવે પરથી પસાર થઈ રહેલી બસ, કાર અને ટ્રેક્ટર ભાટિયા નજીક બતડિયાના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે કોઈ કારણોસર એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં કારનો કડૂસલો વળી ગયો હતો. કાર ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતને પગલે હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ બનાવ અંગે જાણ કરાતા કલ્યાણપુર તેમજ ભાટિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ક્રેન અને સ્થાનિક લોકોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડી હાઈવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular