Wednesday, June 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરના બૂટલેગરની ‘પાસા’ હેઠળ ધરપકડ

જામનગરના બૂટલેગરની ‘પાસા’ હેઠળ ધરપકડ

પ્રોહિબિશનના આરોપી વિરૂદ્ધ ‘પાસા’ની દરખાસ્ત : એલસીબીએ ધરપકડ કરી સુરતની લાજપોર જેલમાં ધકેલ્યો

જામનગર શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી અંતર્ગત પ્રોહિબિશનના આરોપી વિરૂદ્ધ ‘પાસા’ની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા એલસીબીએ શખ્સની ધરપકડ કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ડીફેન્સ કોલોની, વૂલન મિલ પાછળ રહેતાં કાયા કરશન સાખરા વિરૂદ્ધ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા હોય અને આ બૂટલેગર સામે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ વી. બી. ચૌધરી, એમ. બી. ડાભી તથા રાજેનભાઇ, યોગરાજસિંહ દ્વારા ‘પાસા’ની દરખાસ્ત કલેક્ટર પી. બી. પંડયા સમક્ષ મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત કલેક્ટરે મંજૂર કરતાં પીઆઇ એમ. વી. ભાટિયા, સ્ટાફના શરદભાઇ પરમાર, હિરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલકિયા સહિતના સ્ટાફએ કાયા સાખરા નામના બૂટલેગરની ધરપકડ કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular