Monday, June 22, 2026
Homeરાજ્યજામનગરમહિલા સંચાલિત જુગાર સ્થળે એલસીબીની ટીમનો દરોડો

મહિલા સંચાલિત જુગાર સ્થળે એલસીબીની ટીમનો દરોડો

પાંચ મહિલા અને ત્રણ પુરૂષ સહિત આઠ શખ્સો ઝડપાયા : રૂા. 1.88 લાખનો મુદ્દામાલ કબ્જે : એલસીબીનો દરોડો

જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલા રંગમતિ પાર્કમાં રહેતાં મહિલાના મકાનમાં એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન પાંચ મહિલા સહિત આઠ શખ્સોને તીનપતીનો જુગાર રમતા રૂા. 1,88,000ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

આ દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા રાજપાર્કમાં રંગમતિ પાર્કની શેરી નંબર ત્રણમાં રહેતાં મહિલા દ્વારા તેના ઘરમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતા હોવાની ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, ભરતભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન પાંચ મહિલા અને ભરત કરમશી ચોપડા, જયરાજસિંહ વનરાજસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા સહિતના આઠ શખ્સોને ઝડપી લઇ રૂા. 72,500ની રોકડ, રૂા. 35,500ની કિંમતના આઠ નંગ મોબાઇલ, રૂા. 80 હજારની કિંમતના બે બાઇક મળી કુલ રૂા. 1,88,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular