Monday, June 22, 2026
Homeરાજ્યજામનગરજામનગરના 9 વર્ષીય બાળકનો રાષ્ટ્રીય કીર્તિમાન

જામનગરના 9 વર્ષીય બાળકનો રાષ્ટ્રીય કીર્તિમાન

5289 મીટર ઉંચાઇનું પડકારજનક ફ્રેન્ડશિપ પીક સર કર્યુ

જામનગર શહેરના 9 વર્ષીય બાળ પર્વતારોહક વિહાન ચેતરીયાએ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલ અતિ પડકારજનક ફ્રેન્ડશિપ પીક (ઊંચાઈ 5,289 મીટર)નું સફળતાપૂર્વક આરોહણ કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે.
વિહાને માત્ર 9 વર્ષ અને 4 મહિનાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરીને અગાઉનો 10 વર્ષ અને 2 મહિનાની ઉંમરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે વિહાન ચેતરીયા ફ્રેન્ડશિપ પીક સર કરનાર ભારતનો સૌથી નાની ઉંમરનો પર્વતારોહક બન્યો છે.

- Advertisement -

ફ્રેન્ડશિપ પીક હિમાલયના લોકપ્રિય પરંતુ ટેક્નિકલ શિખરોમાંનું એક ગણાય છે. આ શિખરનું આરોહણ કરવા માટે પર્વતારોહણની વિશેષ ટેક્નિકલ કુશળતા, બરફ અને હિમનદી વિસ્તારમાં ચાલવાની તાલીમ, ક્રેમ્પોન, આઈસ-એક્સ, રોપ જેવી વિશિષ્ટ સાધનસામગ્રીનો યોગ્ય ઉપયોગ તેમજ ઉત્તમ શારીરિક ક્ષમતા, માનસિક મજબૂતી અને અડગ મનોબળ જરૂરી હોય છે.

વિહાને આ અભિયાન દરમિયાન અત્યંત કપરા હવામાન, ઓક્સિજનના ઘટાડેલા સ્તર અને બરફથી ઢંકાયેલા જોખમી માર્ગોનો સફળતાપૂર્વક સામનો કરીને શિખર સર કર્યું હતું. તેની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

- Advertisement -

વિહાન અગાઉ પણ હિમાલયના વિવિધ ટ્રેક અને શિખરો સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યો છે અને બાળ પર્વતારોહણ ક્ષેત્રે સતત નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. તેની આ ઐતિહાસિક સફળતા રાજ્યના બાળકો અને યુવાનોને સાહસિક રમતો, પર્વતારોહણ અને પ્રકૃતિપ્રેમ તરફ પ્રેરિત કરશે.

વિહાન ચેતરીયાની આ અસાધારણ સિદ્ધિ બદલ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. જામનગરના આ નાનકડા સાહસિકે સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular