જોડિયા તાલુકાના બાલાચડી ગામની સીમમાં આવેલા ખેતરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન 6 શખ્સોને રૂપિયા 10,88,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી આદરી હતી.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જોડિયા તાલુકાના બાલાચડી ગામની સીમમાં આવેલી ગંભીરસિંહ જશુભા વાઘેલાના ખેતરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની અજયભાઇ વીરડા, સુમિતભાઇ શિયાળ, ભયપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન એલસીબીએ ગંભીરસિંહ જશુભા વાઘેલા, મુકેશ કાનજી યાદવ, અનવર મામદ સપડિયા, ભરતસિંહ બાલુભા વાઘેલા, નાઝિમ કમાલુદીન કમાણી, દિનેશ આસરિયા માવ નામના 6 શખ્સોને રૂા. 63,500ની રોકડ રકમ, ગંજીપના અને રૂા. 25 હજારની કિંમતના પાંચ મોબાઇલ ફોન તથા રૂા. 10 લાખની કિંમતની જીજે10 ઇએચ 3792 નંબરની ક્રેટા કાર સહિત કુલ રૂા. 10,88,500નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારનો બીજો દરોડો જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની બોડકી સીમ વિસ્તારમાં લીમડાના ઝાડ નીચે ટોર્ચના અજવાળે તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન રાજશી કેશા પાથર, કારા અરજણ પાથર, પ્રતિક વૃજલાલ જોશી, જેરામ આલા પાથર, દેવા પેથા પાથર, હસમુખ લખમણ પાથર સહિતના 6 શખ્સોને રૂા. 30,640ની રોકડ રકમ અને રૂા. 10 હજારની કિંમતના ચાર મોબાઇલ તથા રૂા. 75 હજારની કિંમતના ચાર બાઇક મળી કુલ રૂા. 1,15,640ના મુદામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી આરંભી હતી.
જુગારનો ત્રીજો દરોડો જામજોધપુર તાલુકાના સંગચીરોડા ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા લગધીરસિંહ દેવુભા ચાવડા, રામદે બાબુ ધ્રાંગુ, જયરાજસિંહ બાલુભા ચાવડા, કાનજી રણમલ ઝીંઝુવાડિયા, દેવશી નરશી સરધારા નામના પાંચ શખ્સોને શેઠવડાળા પોલીસે રૂપિયા 29,800ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.


