જામનગર તાલુકાના બાલચડી બીચ પાસેના દરિયામાં ન્હાવા પડેલા શ્રમિક યુવાનનું કીચડમાં ફસાઇ જતાં ડૂબી જવાથી મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના વાઘેરવાડા પાસે મચ્છીપીઠ નજીક રહેતા અને મજૂરીકામ કરતાં સલીમ અબ્બાસભાઇ ઝખરા (ઉ.વ.40) નામનો યુવાન ગઇકાલે જામનગર નજીક આવેલા બાલાચડી બીચ પર ગયો હતો. જે દરમ્યાન દરિયામાં ન્હાવા પડયો હતો. દરિયાના કીચડમાં ખૂંપી જવાથી ફસાઇ જવાથી પાણીમાં ડૂબી જતાં બેશુદ્ધ થઇ ગયો હતો. બાદમાં બનાવ અંગેની જાણ કરાતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહાઁચી ગઇ હતી. જ્યાં 108એ યુવાનને મૃતને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગેની જાણના આધારે એએસઆઇ કે. કે. માધણ તથા સ્ટાફ બનાવ સ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


