Saturday, June 13, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહિલા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન - VIDEO

જામનગર મહિલા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન – VIDEO

શહેરના બાગ-બગીચાઓમાં સાયબર જાગૃતિ અને મહિલા સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શન

જામનગર મહિલા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત શહેરના બાગ-બગીચાઓમાં મહિલાઓની સુરક્ષા તેમજ સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર મહિલા પોલીસ અને સી-ટીમ દ્વારા શહેરના વિવિધ બાગ-બગીચાઓમાં સાયબર જાગૃતિ અને મહિલા સુરક્ષા અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ ટીમ દ્વારા મહિલાઓ, યુવતીઓ અને નાગરિકોને સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો, ઓનલાઈન છેતરપિંડી અંગે સાવચેતી રાખવાની માહિતી તેમજ મહિલા સુરક્ષા માટે ઉપલબ્ધ હેલ્પલાઇન અને કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીઓએ નાગરિકોને અજાણ્યા ફોન કોલ, લિંક અથવા ઓટીપી કોઈને શેર ન કરવા તેમજ કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બન્યે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ વધે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

 

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular