Saturday, June 6, 2026
Homeરાજ્યજામનગરએક્ટિવામાં ખોટી નંબરપ્લેટ લગાડનાર શખ્સ સામે કાર્યવાહી - VIDEO

એક્ટિવામાં ખોટી નંબરપ્લેટ લગાડનાર શખ્સ સામે કાર્યવાહી – VIDEO

ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ નોંઘુભા વાળાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તરફથી માહિતી મળી હતી કે અંબર ચોકડી વિસ્તારથી જી.જી. હોસ્પિટલ તરફ જતું એક હોન્ડા એક્ટીવા સ્કૂટર નંબર જીજે-10-ઈકે-1111 સાથે જોવા મળ્યું હતું. આઈટીએમએસ સિસ્ટમમાં તપાસ કરતા આ નંબર એક્ટીવા નહીં પરંતુ રોયલ એનફિલ્ડ હન્ટર-350 મોટરસાયકલનો હોવાનું જાણવા મળ્યું હતું.

- Advertisement -

માહિતીના આધારે ટ્રાફિક પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન અંબર ચોકડી રોડ પર નીયો સ્ક્વેર એવન્યુ નજીક શંકાસ્પદ એક્ટીવા પાર્ક કરેલી મળી આવી હતી. પંચોની હાજરીમાં તપાસ કરતાં સ્કૂટર પર જીજે-10-ઈકે-1111 નંબર પ્લેટ લગાવેલી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે આ નંબર રોયલ એનફિલ્ડ હન્ટર-350ના માલિક ઋષભભાઈ સંજયભાઈ પીઠડના નામે નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

- Advertisement -

આગળની તપાસમાં સ્કૂટર ચલાવનાર પૃથ્વી રમેશભાઈ નડીયાધાર (ઉંમર 26 વર્ષ), રહે. જુનો કુંભારવાડો, ન્યુ સ્કૂલ પાછળ, જામનગર હોવાનું બહાર આવ્યું હતું. વાહનના ચેસિસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરતાં સ્કૂટરનો સાચો રજિસ્ટ્રેશન નંબર જીજે-10-ઈકે-1508 હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્કૂટરની ડેકીની તપાસ કરતાં તેમાં વાહનના દસ્તાવેજો ઉપરાંત મૂળ એચએસઆરપી નંબર પ્લેટ જીજે-10-ઈકે-1508 પણ મળી આવી હતી. આથી આરોપીએ જાણતા હોવા છતાં પોતાના વાહનનો સાચો નંબર છુપાવી અન્ય વાહનનો નંબર ખોટી રીતે ઉપયોગમાં લીધો હોવાનું સ્પષ્ટ બન્યું હતું.

- Advertisement -

પોલીસે આશરે રૂ. 40,000 કિંમતનું એક્ટીવા સ્કૂટર તથા મૂળ નંબર પ્લેટ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે. સમગ્ર મામલે પૃથ્વી રમેશભાઈ નડીયાધાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2), 336(3) અને 340(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.જેની અટકાયત બાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular