Saturday, June 6, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસરોજિંદા વપરાશ માટે AC નું સૌથી બેસ્ટ ફંક્શન કયું ? રિમોટના જુદા-જુદા...

રોજિંદા વપરાશ માટે AC નું સૌથી બેસ્ટ ફંક્શન કયું ? રિમોટના જુદા-જુદા ફંક્શન વાપરવાની સાચી રીત જાણો….

ઉનાળાની કાળઝાળ ગરમીમાં AC આપણી જિંદગીનો એક મહત્વનો ભાગ બની જાય છે. પરંતુ, મોટાભાગના લોકો AC ના રિમોટમાં માત્ર ઓન-ઓફ અને ટેમ્પરેચર વધારવા-ઘટાડવાના બટનનો જ ઉપયોગ કરે છે. રિમોટમાં આપેલા અન્ય ખાસ ફીચર્સ અને મોડ્સનો જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે, તો રૂમ ઝડપથી ઠંડો થાય છે, AC નું આયુષ્ય વધે છે અને સૌથી અગત્યનું લાઇટ બિલમાં મોટો બચાવ થાય છે. જાણો કે ક્યારે કયા ફંક્શનનો ઉપયોગ કરવો જોઈએ:

- Advertisement -

AC રિમોટના જુદા-જુદા ફંક્શન વાપરવાની સાચી રીત

1. કૂલ મોડ (Cool Mode)

આ AC નું ડિફોલ્ટ અને સૌથી વધુ વપરાતું ફંક્શન છે. આ મોડમાં કમ્પ્રેસર સેટ કરેલા તાપમાન પ્રમાણે કામ કરે છે.
ક્યારે વાપરવો: જ્યારે બહાર અતિશય ગરમી હોય અને તમારે રૂમ ઝડપથી ઠંડો કરવો હોય ત્યારે.
સાચી રીત: બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) મુજબ, કૂલ મોડ પર AC નું તાપમાન 24°C થી 26°C વચ્ચે રાખવું આદર્શ છે. આ તાપમાને શરીરને આરામ પણ મળે છે અને વીજળીનું બિલ પણ ઓછું આવે છે.

2. ડ્રાય મોડ (Dry Mode)

આ મોડ રૂમની અંદરની ભેજ ને શોષી લેવાનું કામ કરે છે. આમાં ફેનની સ્પીડ ઓછી રહે છે અને કમ્પ્રેસર હવામાંથી ભેજ દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ક્યારે વાપરવો: ચોમાસા દરમિયાન  અથવા જ્યારે વાતાવરણમાં ચીકાશ અને અતિશય અકળામણ ભેજ હોય ત્યારે.
લાભ: આ મોડ વાપરવાથી રૂમમાં ચીકાશ નથી રહેતી અને ઓછા પાવરમાં પણ રૂમ એકદમ કમ્ફર્ટેબલ બની જાય છે.

- Advertisement -
3. ઇકો મોડ / એનર્જી સેવર (Eco Mode / Energy Saver)

આ મોડમાં AC નું કમ્પ્રેસર અને ફેન બંને ખૂબ જ કાર્યક્ષમ રીતે કામ કરે છે. એકવાર નક્કી કરેલું તાપમાન આવી જાય પછી કમ્પ્રેસર બંધ થઈ જાય છે અને ફેન પણ જરૂર પૂરતો જ ચાલે છે.
ક્યારે વાપરવો: જ્યારે રૂમ ઓલરેડી ઠંડો થઈ ગયો હોય અથવા બહાર બહુ વધારે ગરમી ન હોય અને તમારે લાઈટ બિલ બચાવવું હોય.
લાભ: આ મોડ સામાન્ય મોડ કરતાં લગભગ 20% થી 25% જેટલી વીજળી બચાવી શકે છે.

4. સ્લીપ મોડ (Sleep Mode)

રાત્રે સૂતી વખતે આ મોડ વરદાન સાબિત થાય છે. આ ફંક્શન ઓન કરવાથી AC દર કલાકે રૂમનું તાપમાન 1°C જેટલું વધારે છે (મહત્તમ 2°C સુધી).
ક્યારે વાપરવો: રાત્રે સૂતી વખતે આ મોડ સેટ કરવો જોઈએ.
સાચી રીત: જો તમે રાત્રે 24°C પર સ્લીપ મોડ ઓન કરીને સૂઈ જાઓ છો, તો મધ્યરાત્રિ કે વહેલી સવારે તે આપમેળે 25°C કે 26°C થઈ જશે. આનાથી વહેલી સવારે ઠંડી લાગવાના કારણે ઊંઘ બગડતી નથી અને વીજળીની પણ મોટી બચત થાય છે.

- Advertisement -
5. ટર્બો / ફાસ્ટ કૂલ મોડ (Turbo / Jet / Hi-Cool Mode)

આ મોડ કમ્પ્રેસર અને ફેનને તેની ફૂલ કેપેસિટી પર ચલાવે છે.
ક્યારે વાપરવો: જ્યારે તમે બપોરે બહારથી અતિશય ગરમીમાંથી ઘરમાં આવો અને રૂમ બિલકુલ ગરમ હોય, ત્યારે માત્ર 15-20 મિનિટ માટે આ મોડ ચાલુ કરવો.
ખાસ નોંધ: રૂમ ઠંડો થતાં જ તેને નોર્મલ કૂલ કે ઇકો મોડ પર શિફ્ટ કરી દેવો, કારણ કે ટર્બો મોડમાં લાઈટ બિલ ખૂબ વધારે આવે છે.

6. ફેન મોડ (Fan Mode)

આ મોડમાં ACનું કમ્પ્રેસર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને માત્ર અંદરનો ફેન જ ચાલે છે.
ક્યારે વાપરવો: જ્યારે બહારનું હવામાન સરસ હોય, રૂમમાં ઠંડકની જરૂર ન હોય પરંતુ માત્ર હવાની અવરજવર જોઈતી હોય ત્યારે. આમાં પાવર કન્ઝમ્પશન બિલકુલ નહિવત હોય છે.

7. સ્વિંગ ફંક્શન (Swing Function – Vertical & Horizontal)

આ ફીચર AC ના બ્લેડ્સ (Louvers) ને ફેરવે છે જેથી હવા આખા રૂમમાં ફેલાય.
સાચી રીત: જો તમારે સીધી હવા પોતાના પર જોઈતી હોય તો સ્વિંગને એક જગ્યાએ લોક કરી શકો છો. પરંતુ જો રૂમને બધી બાજુથી એકસરખો ઠંડો કરવો હોય, તો સ્વિંગ મોડ ઓન રાખવો વધુ સારો રહે છે.

ક્વિક ટિપ (પાવર સેવિંગ મંત્ર):

હંમેશા AC ચાલુ કરતી વખતે તાપમાન 24°C પર સેટ કરો અને સાથે રૂમનો સીલિંગ ફેન (પંખો) ધીમી સ્પીડ પર ચાલુ રાખો. પંખો ઠંડી હવાને આખા રૂમમાં ઝડપથી ફેલાવશે, જેથી AC પર લોડ ઓછો પડશે અને તમારું બિલ પણ અડધું થઈ જશે

 ડેઇલી યુઝ માટે કયું ફંક્શન બેસ્ટ?

મોટાભાગના લોકો મૂંઝવણમાં હોય છે કે રોજબરોજના ઉપયોગ માટે રિમોટનું કયું બટન દબાવવું? તેના માટે આ બે ફંક્શનનું કોમ્બિનેશન રોજિંદા વપરાશ માટે સૌથી પરફેક્ટ છે

દિવસ દરમિયાન: કૂલ મોડ + ઇકો મોડ (Cool + Eco Mode)

જ્યારે તમારે આખો દિવસ અથવા ઓફિસ/ઘરમાં લાંબો સમય AC વાપરવાનું હોય, ત્યારે AC ને Cool Mode પર 24°C થી 26°C તાપમાન વચ્ચે સેટ કરો અને સાથે Eco Mode ઓન કરી દો. આનાથી રૂમમાં સરસ ઠંડક પણ જળવાઈ રહેશે અને કમ્પ્રેસર સ્માર્ટલી કામ કરતું હોવાથી રોજિંદો વીજળીનો વપરાશ ખૂબ ઘટી જશે.

રાત્રિના સમયે: સ્લીપ મોડ (Sleep Mode)

રોજ રાત્રે સૂતી વખતે રિમોટમાં માત્ર Sleep Mode નું બટન દબાવવાની આદત પાડી લો. આ મોડ રોજ વાપરવાથી વહેલી સવારે ગુલાબી ઠંડીના કારણે જે ઊંઘ બગડે છે અથવા બ્લેન્કેટ ઓઢવું પડે છે, તે સમસ્યા નહિ થાય અને રોજ રાતની 20% જેટલી વીજળી બચશે.

રોજિંદા વપરાશ માટે : રોજ AC ચાલુ કરો ત્યારે ક્યારેય સીધું 16°C કે 18°C ન કરો. રોજ સવારે કે બપોરે તેને 24°C પર જ ચાલુ કરવાની આદત પાડો. આ તાપમાન માનવ શરીર માટે અને AC ના કમ્પ્રેસર બંને માટે ડેઇલી યુઝમાં સૌથી હેલ્ધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular