Thursday, June 4, 2026
Homeરાજ્યજામનગરજામનગર નજીક હિટ એન્ડ રનના આરોપીને ઝડપી લેતી પોલીસ

જામનગર નજીક હિટ એન્ડ રનના આરોપીને ઝડપી લેતી પોલીસ

રાજકોટ ધોરીમાર્ગ પર રાધિકા હોટલ સામેના રોડ પર અકસ્માત : મોત નિપજાવ્યા બાદ કારચાલક પલાયન : સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકની ધરપકડ

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર રાધિકા હોટલ સામેના રોડ પર પુરપાટ આવી રહેલી કારે મોત નિપજાવ્યાના બનાવમાં પોલીસે કમાન્ડ એન્ડ ક્ધટ્રોલના સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત નિપજાવાર કારચાલકની ધરપકડ કરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર રાધિકા હોટલ સામેના રોડ પરથી પુરપાટ અને બેફિકરાઇથી પસાર થતી કારના ચાલકે હડફેટ લઇ મોત નિપજાવ્યાની ઘટનામાં પોલીસે તપાસ દરમ્યાન બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજો તપાસતા કાળા કલરની કાર દ્વારા ફેટલ અકસ્માત નિપજાવ્યાનું જણાતા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી પિયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. એન. શેખ, પીએસઆઇ એ. આર. પરમાર, એએસઆઇ નિર્મળસિંહ બી. જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, અજયસિંહ જાડેજા, પો.કો.હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખીમાણિયા સહિતના સ્ટાફએ સીસીટીવી ફૂટેજો તપાસતા જીજે10 સીજી 9709 નંબરની કાળા કલરની ક્રેટા કાર દ્વારા અકસ્માત નિપજાવ્યા બાદ નાસી ગયાનું ખુલતા પોલીસે વિજય કરશન કરમુર (રહે. ધરમપુર, તા. લાલપુર) નામના કારચાલકની કાર સાથે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular