Tuesday, April 14, 2026
Homeરાજ્યજામનગરશેરબજારમાં વધુ નફાની લાલચ આપી યુવાન સાથે લાખોની છેતરપિંડી

શેરબજારમાં વધુ નફાની લાલચ આપી યુવાન સાથે લાખોની છેતરપિંડી

ઇન્સ્ટાગ્રામમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી યુવાન સાથે સંપર્ક : જામનગરના યુવાન પાસેથી જુદા જુદા ખાતામાં 25.86 લાખનું રોકાણ કરાવ્યું : રૂપિયા પરત નહીં આપતા સાયબર ક્રાઇમની ફરિયાદ

જામનગર શહેરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતાં યુવાનને શેર માર્કેટમાં વધુ નફો કમાવવાની લાલચ આપી સેબી રજિસ્ટર્ડ કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપી યુવતી સહિતના અન્ય શખ્સોએ રૂા. 25.86 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

જેમ જેમ દેશભરમાં ડિઝિટલનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ સાયબર ક્રાઇમના ગુનાઓનો વ્યાપ પણ વિશાળ થતો જાય છે. છેલ્લા દસ વર્ષમાં સાયબર ક્રાઇમના ગુનાઓના પ્રકારો અને સંખ્યા અનેકગણી વધી ગઇ છે. જો કે, આ ડિઝિટલ ગુનાઓમાં ભોગ બનનાર મોટાભાગે એજ્યુકેટેડ લોકો જ બનતા હોય છે. જામનગર સહિત સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમના ગુનાઓની વધતી જતી સંખ્યા અટકાવવા માટે સરકાર દ્વારા સાવચેતીના વિવિધ પગલાંઓ લેવામાં આવે છે. તેમ છતાં ગુનેગારો બે ડગલા આગળ હોય તેમ સાયબર ક્રાઇમમાં અવનવા કિમિયાઓ દ્વારા છેતરપિંડી આચરે છે. દરમ્યાન જામનગર શહેરમાં આવેલી પાર્ક કોલોનીમાં સ્વીટ હોમ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 204માં રહેતાં કમલેશભાઇ મહેશભાઇ તિર્થાણી નામના યુવાનને ગત્ એપ્રિલ 2024 થી જુલાઇ 2024ના સમય દરમ્યાન પૂર્વ આયોજિત કાવતરૂં રચી સોશિયલ મિડિયાના ઇન્સ્ટાગ્રામમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી શેર માર્કેટમાં વધારે નફો આપવાની લાલચ આપતી એડવર્ટાઈઝમેન્ટ કરી સંપર્ક કર્યો હતો.

યુવાન સાથે મોબાઇલ નંબર 96018 15065 નંબરધારક મીરાએ SEBI Registration Number : INMUFP 119522 PREI Management Limited નામની કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપી વધારે ટકાવારીથી પ્રોફિટ મેળવવાની લાલચ આપી હતી અને કંપનીના કસ્ટમર સર્વિસ મેનેજર જેમ્સ મોબાઇલ નંબર 96015 94269 વાળાએ વોટ્સએપના માધ્યમથી કમલેશભાઇને અલગ અલગ બેન્ક એકાઉન્ટ મોકલી કટકે કટકે રૂા. 25,86,000ની રકમ જુદા જુદા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી ઓનલાઇન સાઇબર ફ્રોડ આચર્યો હતો.

- Advertisement -

સાયબર ફ્રોડના મામલે છેતરપિંડી થયાનું જણાતા કમલેશભાઇ દ્વારા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કંપનીની એજન્ટ મીરા અને કસ્ટમર સર્વિસ મેનેજર જેમ્સ તથા વેબસાઇટ www. prei management.com વપરાશકર્તા અને એચડીએફસી બેન્કના 50200085784766 આઇએફએસસી કોડ એચડીએફસી 0001068 અને કેેનેરા બેન્ક ખાતા નંબર 120029038607ના આઇએફએસસી કોડ સીએનઆરબી 0013031 તથા કેનેરા બેન્ક ખાતા નંબર 120029043251 આઇએફએસસી કોડ સીએનઆરબી 0004530 અને આરબીએલ બેન્ક ખાતા નંબર 409002115826 આઇએફએસી કોડ આરએટીએન 0000161 તેમજ યશ બેન્કના ખાતા નંબર 061789400000095 આઇએફએસી કોડ વાયઇએસબી 0000617 એમ પાંચ બેન્ક ખાતાધારક સહિતના નવ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ આઇ. એ. ધાસુરા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular