Thursday, April 9, 2026
Homeરાજ્યજામનગરબિભત્સ ઇશારા કરી છેડતી કરતાં શખ્સના ત્રાસથી કંટાળી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું

બિભત્સ ઇશારા કરી છેડતી કરતાં શખ્સના ત્રાસથી કંટાળી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું

કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતી મહિલા સારવાર હેઠળ : તેના જ વિસ્તારમાં રહેતા શખ્સ દ્વારા અવારનવાર છેડતી : બાઇક ઘર સામે રાખવાની ના પાડતા મહિલાના પતિ ઉપર હુમલો : શખ્સના ત્રાસથી કંટાળીને મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતી મહિલાને એક શખ્સ છેલ્લા એક માસથી પીછો કરી બિભત્સ ઇશારા કરતો હતો તેમજ અવારનવાર હાથ પકડી લેતો હતો. તેમજ મહિલાના પતિએ શખ્સને ઘર સામે બાઇક રાખવાની ના પાડતાં ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યા બાદ મહિલાની છેડતી કરતો હોવાથી કંટાળીને મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

આ આપઘાના પ્રયાસની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં મહારાજા સોસાયટીમાં રહેતી આશિયાનાબેન શબ્બીરભાઇ સેતા (ઉ.વ.31) નામની મહિલાનો તેના જ વિસ્તારમાં રહેતો શબ્બીર પઠાણ નામનો શખ્સ અવારનવાર પીછો કરી બિભત્સ ઇશારાઓ કરી હાથ પકડી લેતો હતો. તેમજ શબ્બીરને ઘર સામે બાઇક રાખવાની મહિલાના પતિએ ના પાડતાં શખ્સએ મહિલાના પતિને ગાળો કાઢી ફડાકા ઝિંકી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ રાત્રિના સમયે મહિલા દુકાને વસ્તુ લેવા જતાં શબ્બીર પઠાણે ફરીથી મહિલાનો પીછો કરી બિભત્સ ઇશારા કરી હાથ પકડી લીધો હતો. શખ્સ દ્વારા અવારનવાર અપાતા ત્રાસથી કંટાળીને આશિયાનાબેનએ મંગળવારે સાંજના સમયે તેના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફએ ગુનો નોંધી શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular