ખાણખનીજ વિભાગ દ્વારા જામનગર બાયપાસ ખીમલીયા તથા સોયલ ટોલનાકા પાસેથી ગેરકાયદેસર સાદી રેતી ભરેલા પાંચ ડમ્પર ઝડપી લઇ કુલ રૂા.1.76 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર ભૂસ્તરશાસ્ત્રીની સુચનાથી નીખીલભાઇ, રમેશભાઇ, આનંદભાઇ, ભાવેશભાઇ, નૈતિકભાઇ, રજનીકાંતભાઇ તથા સહિતની ટીમો દ્વારા જામનગર બાયપાસ ખીમલીયા તથા સોયલ ટોલનાકા પાસે ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન જયદીપસિંહ જાડેજાની માલીકીનું જીજે10 ટીવાય 1631 નંબરનું ડમ્પર, રમેશભાઇ ઝાપડાની માલીકીનું જીજે39ટીએ 0008 નંબરનું ડમ્પર, ભૂમસિંહ માડમની માલીકીનું જીજે37વી 8199 તથા જીજે37 વી 8099, સરસિયા ભારતની માલીકીનું જીજે 37 વી 9194 સહિત પાંચ ડમ્પરનો રૂા.1.76 કરોડનો મુદામાલ કબ્જે કરી માતંગ સ્ટોન ક્રશર અને ધુંધાવ પંચકોશી ‘એ’ ડિવિઝન ખાતે કસ્ટડી સોંપી આપી હતી.


