View this post on Instagram
જામનગરમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઇ રહી છે. શેરી-ગલીઓમાં સાર્વજનીક ગણેશ મહોત્સવના આયોજનો થયા છે. જામનગરની એસવીટી કોલેજમાં પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગણપતિ બાપાની મુર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ ગણેશ ઉત્સવમાં ગણપતિજીનું વાહન મુષકરાજા ગણેશજીના દર્શને પહોંચ્યા હતાં. જે કૃતુહલનું કેન્દ્ર બન્યું હતું. એસવીટી કોલેજમાં આયોજીત ગણેશ મહોત્સવમાં મહાઆરતી, છપ્પનભોગ, પ્રસાદ સહિતનું આયોજન કરાયું હતું. જેમાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ, આચાર્યો તથા સ્ટાફ હાજર રહ્યા હતાં.


