Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરની જી.જી. હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગના કારણે 108 એમ્બ્યુલન્સને આવાગમનમાં અડચણ

જામનગરની જી.જી. હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગના કારણે 108 એમ્બ્યુલન્સને આવાગમનમાં અડચણ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પ્રવેશદ્વારે કેટલાંક વાહનો અનિયમિત રીતે પાર્ક કરવાના પરિણામે તાત્કાલિક સેવા આપતી 108 એમ્બ્યુલન્સને સ્વતંત્ર રીતે ઉભા રહેવા અને દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ઇમરજન્સી માર્ગને અવરોધતા આવનજાવન ઠપ્પ થઇ જતા દર્દી અને સ્ટાફ બંનેને અસુવિધા અનુભવવી પડી છે.

- Advertisement -

હોસ્પીટલમાં પાર્કિંગ યોગ્ય વ્યવસ્થા માટે કોઈ કર્મચારી ના હોવાથી આ પ્રકારના બનાવો દૈનિક બનતા હોય છે.  એમ્બ્યુલન્સ માટે એક સમર્પિત માર્ગ હંમેશા મુક્ત રાખવાનું સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી આવક-જાવક સમય બચતી રહે અને જીવમાં રહેલા જોખમ ઘટાડવામાં મદદ મળે. જી.જી. હોસ્પિટલમાં અનિયમિત પાર્કિંગથી 108 એમ્બ્યુલન્સ અવરોધિત તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular