Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરકડીયાવાડમાં વેરાઇ કુમારિકા ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસ-ગરબા - VIDEO

કડીયાવાડમાં વેરાઇ કુમારિકા ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસ-ગરબા – VIDEO

- Advertisement -

જામનગરના કડીયાવાડ વિસ્તારમાં મોટા પીપળા શેરીમાં યોજાતી વેરાઈ કુમારિકા ગરબી મંડળમાં બાળાઓ દ્વારા પ્રાચિન રાસ ગરબાની રમઝટ સાથે માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.

- Advertisement -

જામનગર શહેરમાં નવરાત્રિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. નવરાત્રિ પૂર્ણ થવાના આરે પહોંચી ચૂકી છે. એવામાં ખેલૈયાઓમાં થનગનાટ અને ઉત્સાહ છવાયો છે. જામનગર શહેરમાં પ્રાચિન ગરબીઓમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાસ-ગરબાની રમઝટ જામી છે. જામનગરની શેરી-ગલ્લીઓમાં પ્રાચિન ગરબીઓની રંગત જામી છે. બાળાઓ દ્વારા પ્રાચિન ગરબીઓમાં રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના થઈ રહી છે. જામનગર શહેરના કડીયાવાડ વિસ્તારમાં આવેલ મોટી પીપળા શેરીમાં વેરાઈ કુમારિકા ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લાં 30 વર્ષથી અહીં નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે. જેમાં દર વર્ષે બાળાઓના રાસ ગરબા તો આ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બને જ છે પરંતુ તેની સાથે સાથે આ ગરબી મંડળના મંડપ સહિતના ડેકોરેશન પણ આ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. વેરાઈ કુમારિકા ગરબી મંડળના આયોજકો દ્વારા દર વર્ષે નિતનવુ ડેકોરેશન કરવામાં આવે છે. જે ખૂબ જ આકર્ષકરૂપ બને છે. લાઈટોના ઝગમગાટ વચ્ચેનું ડેકોરેશન ખૂબ જ સુંદર બને છે.

- Advertisement -

સતત 30 વર્ષથી યોજાતી આ ગરબીમાં આ વર્ષે 21 બાળાઓ વિવિધ રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના કરી રહી છે ગરબીના સ્થાપક હસમુખભાઈ રાઠોડના નેજા હેઠળ કોરીયોગ્રાફર તરીકે શકિત બાપુ દ્વારા બાળાઓને વિવિધ રાસ ગરબાઓ તૈયાર કરાવવામાં આવે છે અને અંદાજિત બે મહિના જેટલી મહેનતથી બાળાઓ અવનવા રાસ તૈયાર કરે છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular