જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને એલસીબીની ટીમે રૂા.86,500 ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. જામજોધપુર બસ સ્ટેન્ડ વાળી શેરીમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.10,350 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની સીમના વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે ભાવેશ લક્ષ્મણ નંદાણિયા, રજની નાથા કારેણા, ડાયા દેવશી કારેણા, મનસુખ પૂંજા વાઢીયા, સામત કરશન વાઢીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.31,500 ની રોકડ રકમ અને રૂા.55,000 ની કિંમતના બે બાઈક મળી કુલ રૂા.86,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામજોધપુર ગામમાં બસ સ્ટેન્ડવાળી શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા દેવુ પબુ સંધિયા, વ્રજલાલ રાઘવ માણસુરીયા, ઉકા ભીમશી આંબલિયા, નિલેશ રસિક સાંગેચા, મયુર ગોવા ચંદ્રવાડિયા નામના પાંચ શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.