વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘના આંગણે પરમપૂજય હેમંતવિજયજી મ.સા.ની નિશ્રામાં શાસન વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંઘ શાસનના ભાવિ સિતારાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.