જામનગરના ગાંધીનગરમાં આવેલી શ્રી શિરડી સાંઈબાબા મંદિર દ્વારા ઓપન જામનગર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપ 1 માં 15 થી 22 વર્ષના ભાઈઓ તથા બહેનો અને ગ્રુપ 2 માં 23 થી ઉપરના ભાઈઓ-બહેનો એમ બે ગ્રુપમાં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં લોકોએ ભાગ લીધો હતો. આ તકે સંસ્થાના કનકસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.