Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં જૂગાર રમાતા છ સ્થળોએ પોલીસના દરોડા

જામનગર શહેર-જિલ્લામાં જૂગાર રમાતા છ સ્થળોએ પોલીસના દરોડા

મોહનનગરમાંથી પાંચ મહિલા સહિત નવ શખ્સોને દબોચ્યા: મોટા ભરૂડિયામાંથી ચાર જૂગાર ઝબ્બે : મોટા વાગુદડમાંથી સાત શખ્સોને પોલીસે જૂગાર રમતા પકડી પાડયા: પરડવા ગામમાં ચાલતા જૂગાર સ્થળે પોલીસ ત્રાટકી : સાધના કોલોનીમાં પોલીસના જૂગારદરોડામાં ચાર ઝડપાયા

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં પોલીસે જૂગાર સંબંધિત છ દરોડા પાડયા હતાં. જામનગર શહેરના મોહનનગર વિસ્તારમાં પાંચ મહિલા સહિત નવ શખ્સોને ઝડપી લઇ રૂા.16,410 ની રોકડ રકમ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં પોલીસે જૂગાર રમતા ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.18,500 ની રોકડ રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં પોલીસે સાત શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.14,680 ના મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં પોલીસે ટોર્ચલાઈટના અંજવાળે જૂગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ રૂા.11,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સીકકામાંથી પોલીસે પાંચ મહિલા સહિત સાત શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.3020 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જામનગર શહેરના સાધના કોલોનીમાંથી દરોડા દરમિયાન ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.4340 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના મોહનનગર વિસ્તારમાં આવાસ બિલ્ડિંગ નં.9 ના પાર્કિંગમાં જાહેરમાં ગંજીપના વડે જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન દિનેશ હરી રાઠોડ, યુવરાજસિંહ ગંભીરસિંહ પરમાર, પ્રવિણ નરશી જાંબુડિયા, અકરમ સલીમ ખીરા અને પાંચ મહિલા સહિત નવ શખ્સોને ઝડપી લઇ રૂા. 16,410 ની રોકડ રકમ તથા ગંજીપના કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં જૂગર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન ક્રિપાલસિંહ વનરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ રાહુભા જાડેજા, ખુમાનસિંહ રતુભા જાડેજા નામના ચાર શખ્સોને ઝડપી લઇ કુલ રૂા.18,500 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન નાશી ગયેલા ડાયા કરંગીયા નામના શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામની સીમમાં આવેલ પાસતાળી સીમ વિસ્તારમાં ડેમની પાળી પાસે જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ભૂપતસિંહ ઉર્ફે કાળુભા રાજેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ મનુભા જાડેજા, અશ્ર્વિનસિંહ વખતુભા જાડેજા, નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, જયદીપ પુંજા લાંબરીયા, મહાવીરસિંહ કરણુભા જાડેજા, રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા નવલસિંહ જાડેજા નામના સાત શખ્સોને રૂા. 14,580 ની રોકડ તથા ગંજીપના અને રૂા.100 ની ટોર્ચ લાઈટ મળી કુલ રૂા.14,680 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં ખારાપાટ સીમ વિસ્તારમાં બાવળની આડમાં જાહેરમાં ટોર્ચલાઈટના અંજવાળે જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલસે દરોડા દરમિયાન માલદે ગાગા ખુંટી, લખમણ ઉર્ફે લખુ ડુલા કુછડિયા, લીલા સવદાસ ગોઢાણિયા, વેજા સવદાસ ગોઢાણિયા, વાના બાબુ ગોઢાણિયા, કરશન મીણંદ કડછા નામના છ શખ્સોને ઝડપી લઇ રૂા.11,500 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો, જામનગર તાલુકાના સીક્કામાં મહાદેવના મંદિર પાસે જાહેર રોડ પર ગંજીપના વડે જૂગાર રમાતા સ્થળે પોલીસે બાતમીના આધારે દરોડા દરમિયાન પ્રેમદિપસિંહ ઉર્ફે પ્રેમલો બ્રિજરાજસિંહ જાડેજા, ચંદ્રસિંહ ઉર્ફે ચિરાગ મનુભા કંચવા અને પાંચ મહિલા સહિત સાત શખ્સોને ઝડપી લઇ રૂા.3020 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

છઠો દરોડો, જામનગર શહેરમાં સાધના કોલોની એલ-111 ના પાર્કિંગમાં જાહેરમાં જૂગાર ગંજીપના વડે તીનપતિનો જૂગાર રમતા હરીશ મુળજી પરમાર, રાજુ નારણ શુકલા, કરણા રાજેશ શુકલા, અશ્ર્વિન પરષોતમ બોરખતરીયા નામના ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.4340 ની રોકડ રકમ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular