ધ્રોલ ગામમાં આવેલી દૂધની ડેરીની બોલેરો કારમાં રાખેલી રૂા. 2 લાખની રોકડ ડેરીનો જ કર્મચારી ચાવીથી લોક ખોલી રૂા. 2 લાખ ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના મોટીબાણુંગાર ગામના વતની અને હાલ ધ્રોલમાં જ્યોતિ પાર્ક વિસ્તારમાં રહેતાં અને દૂધની ડેરી ચલાવતાં નંદલાલભાઇ મગનભાઇ ભેંસદડીયા નામના યુવાનની ઉમા પ્લાસ્ટિક પાસે આવેલી બજરંગ ડેરીમાં ગત તા. 9 ઓગસ્ટના રોજ બપોરના 12 વાગ્યાથી સાંજના 4:30 વાગ્યા સુધીના સમય દરમિયાન ડેરીમાં પાર્ક કરેલી જીજે-10 ટીએકસ-8038 નંબરની બોલેરો કારમાં રહેલા લોકમાં રાખેલી રૂા. 2 લાખની રોકડ રકમ ડેરીમાં જ કામ કરતો જિગ્નેશ રામજી ભીમાણી નામનો કર્મચારીએ આ સાડા ચાર કલાક દરમિયાન તેની પાસે રહેલી બોલેરોની ચાવીથી લોક ખોલી ખાનામાં રાખેલી રૂા. 2 લાખની રોકડ રકમ ચોરી કરી ગયાની ડેરીના સંચાલક નંદલાલભાઇએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એચ.જે. જાડેજા તથા સ્ટાફે કર્મચારી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.