ઘણી વખત પર્યટકો પોતાની મોજ મસ્તી માટે તંત્ર દ્વારા અપાયેલી ચેતવણીની અવગણના કરતાં હોય છે. ત્યારે એવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. જેમાં તંત્રની ચેતવણીની અવગણના કરીને વોટર ફોલમાં નહાઇ રહ્યા લોકો સાથે પોલીસે પણ મજેદાર શિખ આપી હતી.
– A ban sign was put up near the waterfall.
– People flocked there, took off their clothes, and started bathing.
– The Karnataka police arrived and took away the clothes of those bathing.
Modern problems need modern solutions. 😂
— Aaraynsh (@aaraynsh) July 13, 2024
એકસ પ્લેટફોર્મ પર @aaraynsh નામના યુઝરે એક વીડિયો શેર કર્યો હતો. જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ નીહાળી લીધો છે. વાયરલ વીડિયો કર્ણાટકનો હોવાનો અંદાજ છે જેમાં પોલીસે ઝરણાની પાસે પ્રવેશ ન કરવાનો બોર્ડ લગાવેલું હોવા છતાં અમુક પર્યટકો મોજમસ્તી કરવા તે વોટરફોલમાં ન્હાઇ રહ્યા હતાં તેવામાં પોલીસ સ્થળ પર પહોંચી અને ચેતવણીની અવગણના કરતા આ લોકોને શિખ આપવા તેના કપડા ત્યાંથી ઉપાડીને લઇ ગયા હતાં જે જોઇને તે લોકો પણ વોટરફોલની નજીકથી પરત ફરીને આવતા દેખાઇ રહ્યા હતાં આમ આધુનિક યુગની આધુનિક સમસ્યાઓનું પોલીસ દ્વારા આધુનિક નિરાકરણ કર્યુ હતું. જિેમાં પોલીસે કંઈ ન કરીને પણ ઘણુ બધુ કર્યુ હતું અને પર્યટકોને શિખામણ આપી હતી.