Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગર નજીક બોલેરોએ બે પદયાત્રીઓને ઠોકરે ચડાવ્યા

જામનગર નજીક બોલેરોએ બે પદયાત્રીઓને ઠોકરે ચડાવ્યા

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પર ચાલીને જતાં બે યુવાનોની પૂરપાટ આવી રહેલી બોલેરો પીકઅપ વાહને પાછળથી ઠોકર મારતા બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પર આશાપુરા પાર્ટીપ્લોટ પાસેથી ગત તા. 18 ના રોજ વહેલીસવારના સમયે ચાલીને જતાં રવિભાઈ કારુભાઈ રાઠોડ અને કમલેશભાઇ નરેશભાઇ અખાણી નામના બે વ્યક્તિઓ રોડની બાજુમાંથી ચાલીને જતા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવતા જીજે-06-એઝેડ-6989 નંબરના બોલેરો પીકઅપ વાહને બંને યુવાનોને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા બંનેને શરીરે અને માથામાં ઈજા પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે મયુરભાઈ રાઠોડ દ્વારા જાણ કરાતા હેકો ડી.જી. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ બોલેરો પીકઅપ વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular