Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત હાલારનો લોહાણા સમાજ લાલઘુમ

જામનગર સહિત હાલારનો લોહાણા સમાજ લાલઘુમ

જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનોજભાઈ ખેતવાણી દ્વારા લોહાણા સમાજ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ : લોહાણા લડત સમિતિ દ્વારા પણ આવેદનપત્ર પાઠવાશે

- Advertisement -

પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા પડયા છે અને આ મામલે વિરોધ દર્શાવવા અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે જામનગર શહેરમાં રઘુવંશી સમાજ કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવશે તેમ જામનગર લોહાણા મહાજન અને સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલે જણાવ્યું છે.

- Advertisement -

આ સમગ્ર ઘટનાની વિગતો જે બહાર આવી છે તે મુજબ જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનોજભાઇ (મનુભાઇ) ખેતવાણીએ તા.17 ડીસેમ્બરના રોજ પોરબંદરના બેકરી ચલાવતા વેપારી સાથે ટેલીફોનીક વાતચીત દરમીયાન નાણાંની લેવડ દેવડના પ્રશ્ર્ને સમસ્ત લોહાણા સમાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અપશબ્દો કહ્યા હતાં. આ વાતચીતનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં સમગ્ર સૌરાષ્ટના રઘુવંશી સમાજમાં રોષ મિશ્રિત ઘેરા પડઘા પડયા છે.

જામનગર લોહાણા મહાજન તેમજ સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલે આ અંગેના એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ ઘટના ઓડીયો કિલપ સ્વરૂપે જાહેરમાં આવીએ સમયે હું મારા પરિવારના શોકમય પ્રસંગના કારણે બહારગામ હતો અને શોકમય પ્રસંગની વિધીઓમાં વ્યસ્ત હતો જેથી આ મામલે ત્વરિત કંઇ કાર્યવાહી કરી શકાઇ નથી. આજે હું જામનગર આવી ગયો છું અને સમગ્ર મામલાની વિગતો મેળવતાં જાણ્યું છે કે, પોરબંદરના બેકરી સંચાલક રઘુવંશી વેપારીએ આ મામલા અંગે પોરબંદર પોલીસને લેખિત ફરિયાદ અરજી આપેલી છે.

- Advertisement -

જામનગર શહેર અને સમગ્ર હાલાર પંથકમાં પણ રઘુવંશી સમાજમાં ઘેરા પડઘા પડયા છે અને રોષ પ્રસર્યો છે. સમાજની આ લાગણી સમજીને જ્ઞાતિના આગેવાનો સાથે ટેલીફોનીક ચર્ચાઓ કરવામાં આવી છે. જેના પગલે સમસ્ત હાલાર લોહાણા સમાજ તેમજ જામનગર લોહાણા મહાજનના નેજા હેઠળ આવતીકાલ તા. 06/01/2024ના સવારે 11:00 કલાકે જામનગરની કલેકટર કચેરી પર જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારો તથા મહાસમિતિના સભ્યો તેમજ સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદ્દેદારો અને વેપારી આગેવાનો એકઠા થઇને કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવીને આ મામલે કાયદા મુજબ કડક કાર્યવાહી ત્વરીત કરવાની માંગણી કરશે અને આ મામલે જરૂર પડશે તો સમગ્ર હાલારનો લોહાણા સમાજ આગળના કાર્યક્રમો નકકી કરશે.

લોહાણા સમાજ માટે અભદ્ર શબ્દોનો વાણી વિલાસ થવાનો ઓડિયો વાયરલ થતાં તેના લોહાણા સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ અંગે જામનગરમાં ગઇકાલે ગુરુવારે લોહાણા સમાજની મિટિંગ યોજાઇ હતી. જેમાં આવતીકાલે તા. 6ના રોજ લોહાણા લડત સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં લોહાણા લડત સમિતિના પ્રમુખ તરીકે વિશાલભાઇ મોદી, ઉપપ્રમુખ તરીકે આકાશભાઇ રાયઠઠ્ઠા તથા મહામંત્રી તરીકે રાજુભાઇ મોદીની નિમણૂંક કરવામાં આવી હતી. તેમજ 25થી વધુ લોહાણા ભાઇઓની કારોબારી સમિતિમાં નિમણૂંક કરવામાં આવી હતી. જે આવતીકાલે આવેદનપત્ર પાઠવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular