Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારખંઢેરા ગામે બેભાન અવસ્થામાં મળી આવેલ આધેડનું સારવારમાં મૃત્યુ

ખંઢેરા ગામે બેભાન અવસ્થામાં મળી આવેલ આધેડનું સારવારમાં મૃત્યુ

પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની શોધખોળ

- Advertisement -

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં આધેડ બેભાન અવસ્થામાં મળી આવતા જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ પાસે ગઈકાલે રાત્રિના સમયે 40 થી 50 વર્ષની ઉંમરની અજાણ્યા પુરૂષ બેભાન અવસ્થામાં મળી આવતા તેને 108 એમ્બ્યુલન્સ મારફત જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કાલાવડના પીઆઈ કે.એસ.માનિયા દ્વારા અજાણ્યા પુરૂષના મોતની નોંધ કરી મૃતકના પરિવારજનોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular