ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા હિતેન્દ્રસિંહ નવલસંગ જાડેજા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે રવિવારે તેમના ઘરે હતા, ત્યારે તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ રઘુવીરસિંહ નવલસંગ જાડેજાએ અહીંની પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના ફતેપુર ગામની સીમમાં મૂળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વતની એવા જશુબેન ભૂલાભાઈ રાઠોડ નામના 52 વર્ષના શ્રમિક પરિવારના હળપતિ મહિલાને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પતિ ભુલાભાઈ સુકાભાઈ રાઠોડએ ભાણવડ પોલીસને કરી છે.