Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરકાર બીજી શેરીમાંથી ચલાવવાનું કહેતાં દંપતી ઉપર હુમલો કરી ધમકી

કાર બીજી શેરીમાંથી ચલાવવાનું કહેતાં દંપતી ઉપર હુમલો કરી ધમકી

સામાપક્ષે પ્રૌઢા દ્વારા દંપતી ઉપર વળતો હુમલો : પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી

- Advertisement -

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં સાંકળી શેરીમાંથી બોલેરો ગાડી ચલાવવાની ના પાડતા દંપતી સહિતના ત્રણ શખ્સોએ મહિલા અને તેણીના પતિને આડેધડ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. સામાપક્ષે યુવતીએ પ્રોૈઢા વિરૂધ્ધ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સામ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં નિશાળ પાસે રહેતાં જયાબેન સીંગાળા નામના પ્રૌઢાના ઘરની શેરી સાંકળી હોય અને તેમાંથી મોટું વાહન નિકળી શકતું ન હોવાથી તેની બાજુમાં રહેતાં કારુભાઈને તેમની બોલેરો ગાડી પાછળની શેરીમાં ચલાવવાનું કહેતાં આ બાબતનું મનદુ:ખ રાખી બુધવારે સાંજના સમયે કારુ ભીમા ખટાણા, હંસાબેન કારુ ખટાણા અને શીતલબેન ખટાણા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી જયાબેન તથા તેના પતિ ધીરુભાઈને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં હેકો જી આઇ જેઠવા તથા સ્ટાફે જયાબેનના નિવેદનના આધારે દંપતી સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

સામાપક્ષે શિતલબેન ખટાણા દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, ગાડી ઘર પાસેથી ન ચલાવવાની બાબતે જયાબેન દ્વારા કારુભાઈને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી કારુભાઈ તથા તેમના પત્ની હંસાબેનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. જેના આધારે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular