આજથી હિન્દુ ધર્મના પવિત્ર માસ એવા પુરૂષોત્તમ માસનો પ્રારંભ થયો છે અને ત્યારબાદ શ્રાવણ માસ હોય, બે માસ સુધી જામનગર શહેરમાં ધર્મમય બની અનેકવિધ ધાર્મિક આયોજનો થશે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. 18 જુલાઇથી 16 ઓગસ્ટ દરમિયાન પુરૂષોત્તમ માસ અને તા. 17 ઓગસ્ટથી તા. 15 સપ્ટેમ્બરના શ્રાવણ માસ દરમિયાન શહેરી વિસ્તારમાં ચાલતાં કતલખાના તેમજ મિટ/ચિકન/સી ફૂડનું વેચાણ/સંગ્રહ/કતલ ન કરવા જામનગર મહાનગરપાલિકાના ડે. કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


