કલ્યાણપુરના કેનેડી ગામમાં રહેતી મહિલા સાથે ચાર શખ્સોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી મહિલા તથા તેની પુત્રીને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા એક મહિલા પર દુષ્કર્મ ગુજારવા અંગેના પ્રકરણ સબબ ગઢકા ગામના જીવણ નથુભાઈ મધુડિયા, રાકેશ લખુભાઈ નકુમ, જયેશ કાનાભાઈ નકુમ અને જમન માધાભાઈ નકુમ નામના ચાર શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આટલું જ નહીં, આરોપી શખ્સો દ્વારા ભોગ બનનાર યુવતી સાથે અવારનવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા બાદ જો આ બાબતે તેણી કોઈને જાણ કરશે તો તેણીની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
જે અંગે પોલીસે આઈપીસી કલમ 376, 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.