Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશહેરમાં બે જુથ વચ્ચે મારામારીમાં બે યુવાનોને ઇજા

શહેરમાં બે જુથ વચ્ચે મારામારીમાં બે યુવાનોને ઇજા

બન્ને જુથ દ્વારા સામસામી ફરિયાદ નોંધાવાઇ

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર ગત તા.26ના રોજ એક શખસ ઉભો હોય આ દરમ્યાન 3 શખસો દ્વારા તેને માર મારી ઇજાઓ પહોંચાડયાની સામસામી ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના વાઘેરવાડો, બચુનગર વિસ્તારમાં રહેતો આફતાબ મહંમદ હુશેન મકવાણા નામનો યુવાન ગત તા. 26ના રોજ કાલાવડ નાકાબહાર કસાઇ માલધારી હોટલ પાસે ઉભો હતો. આ દરમ્યાન આરોપી ઇસ્તીયાકએ આવીને કહેલ કે, તું અમારા વિરોધી ભેગો કેમ ફરે છે તેમ કહીં બોલાચાલી કરી અપશબ્દો બોલી છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને અન્ય આરોપી જુનેદ ઉર્ફે જુનિયો તથા સુફિયન દ્વારા પણ ઝપાઝપી કરી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોધાઇ છે. તો બીજી તરફ સામાપક્ષે શહેરના પટણીવાડમાં રહેતા ઇશ્તિીયાક યુનુસ કુરેશી દ્વારા પણ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી આફતાબને સમજાવતા હતા કે, તું અમારા વિરોધી ભેગો ન ફરતો આ દરમ્યાન તેમની વચ્ચે બોલાચાલી થતાં આરોપી આફતાબ ઉશ્કેરાઇ જતાં અપશબ્દો બોલી છરી વડે હુમલો કર્યો હતો. તેમજ સાદીક અને અવેશ દ્વારા પણ ફરિયાદી સાથે ઝપાઝપી કરી મારમાર્યા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા બન્ને પક્ષોની ફરિયાદ નોંધી આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular