જામનગર શહેરમાં અંબર સિનેમા પાસે બાઈકસવારને અકસ્માત થતા ગંભીર ઈજા પહોંચતા રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં અંબર સીનેમા નજીક આજે સવારે બાઈકસવારને અકસ્માત થતા બાઈકપરથી ભટકાતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવાનને રાહદારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને ટ્રાફિકજામને ફરીથી શરૂ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.