માણસથી લઈને અન્ય જીવ જીવન માટે જરૂરી જંગલના દુશ્મન બની રહ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ (21 માર્ચ)ના દિવસે સંયુક્ત રાષ્ટ્રના જાહેર રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં દર વર્ષે એક કરોડ હેકટરમાં જંગલો નાશ પામી રહ્યા છે. રિપોર્ટ અનુસાર માત્ર માણસ જ નહીં પણ કીડા-મકોડા પણ દર વર્ષ 3.5 કરોડ હેકટર જંગલને બરબાદ કરી રહ્યા છે.
ચોંકાવનારી બાબત એ છે કે, દર વર્ષે જેટલું જંગલ ક્ષેત્ર ખતમ થઈ રહ્યું છે તે એક લાખ ત્રણ હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા દેશ જર્મની અને નોડીંક દેશ (આઈસલેન્ડ, ડેન્માર્ક, સ્વીડન અને ફિનલેન્ડ) ક્ષેત્રફળના બરાબર છે. સંયુક્ત રાષ્ટ્ર આ વર્ષ વાનિકી દિવસની થીમ જંગલ અને સ્વાસ્થ્ય રાખી છે. દુનિયાભરમાં દૂષિત થઈ રહેલી હવાની પાછળ જંગલોને કાપવાનું છે. વૃક્ષોની સંખ્યા ઘટવાથી હવામાં દૂષિત કણનું સ્તર વધી રહ્યું છે, કાર્બન સાથે લડાઈ નબળી પડતી જાય છે, કાર્બન સાથે લડાઈ નબળી પડતી જાય છે.
યુકે સ્થિત સાઈટ યુટીલીટી બિડરના રિપોર્ટ અનુસાર ભારતે ગત 30 વર્ષમાં વનોના છેદનમાં સૌથી વધુ વૃદ્ધિ જોઈ છે. તેમાં 2015 અને 2020 સુધી ભારે વૃદ્ધિ નોંધાઈ છે. આ પાંચ વર્ષોમાં 6,68,400 હેકટર વનોનો વિનાશ થયો છે. આ વિશ્વ સ્તરે બ્રાઝીલ બાદ સૌથી વધુ છે. રિપોર્ટમાં 1990થી 2000 અને 2015થી 2020ના આંકડાથી 30 વર્ષમાં 98 દેશોના વનોનું વિશ્ર્લેષણ કરાયું છે. તાપમાનમાં વૃદ્ધિમાં 1.5 ડિગ્રી સેલ્સીયસ નીચે રહે છે. મહામારીઓનું જોખમ ઓછું થાય છે. ખાદ્ય સુરક્ષા અને પોષણ નિશ્ચિત થાય છે. ગરીબીના નિવારણમાં પણ જરૂરી છે. પૃથ્વીની જૈવિક વિવિધતાનુ પણ સંરક્ષણ થાય છે.
ધી સ્ટેટ ઓફ ધી વર્લ્ડ ફોરેસ્ટસના 2022ના રિપોર્ટ અનુસાર 250 ઉભરતા સંક્રામક રોગોમાંથી 15 ટકા જંગલો સાથે જોડાયેલા છે. તેમાં 30 ટકા નવી બીમારીઓ માટે વનોનું છેદન અને ભૂમિ ઉપયોગમાં પરિવર્તન માટે જવાબદાર ઠેરવાયા છે. વનોનું છેદન ઉષ્ણકીબંધીય ક્ષેત્રોમાં ડેંગ્યુ અને મેલેરિયાના વધારા સાથે જોડાયેલું છે.