Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઆમરા ગામમાં રહેણાંક મકાનમાંથી 9500ની રોકડની ચોરી

આમરા ગામમાં રહેણાંક મકાનમાંથી 9500ની રોકડની ચોરી

- Advertisement -

જામનગર જીલ્લાના આમરા ગામમાં રહેણાંક મકાનમાંથી અજાણ્યા શખ્સોએ દરવાજાના નકુચા તોડી રૂ. 9500ની રોકડ ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જીલ્લાના આમરા ગામમાં બાપા સીતારામ ચોકની બાજુમાં આવેલા નારણભાઈ ગોપાલભાઈ જાદવમાંડલીકપરાના મકાનના રૂમના અજાણ્યા તસ્કરોએ દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કરી તા.18 જુનના રોજ સુટકેશમાં રાખેલ રોકડ રૂ 5000 તથા પત્રાની પેટીમાં ધર્માદાના ભેગા કરેલ રૂ 4500 સહીત કુલ રૂ 9500 ની રોકડ ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગેની જાણ થતા નારણભાઈ દ્વારા જાણ કરાતા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીના બનાવની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular