Sunday, September 8, 2024
Homeરાષ્ટ્રીયન્યૂઝ પ્રિન્ટની આયાતમાં 50 ટકાનો ઘટાડો

ન્યૂઝ પ્રિન્ટની આયાતમાં 50 ટકાનો ઘટાડો

- Advertisement -

કોરોનાના વર્ષોમાં ન્યૂઝપ્રિન્ટની આયાતમાં વર્ષ 2018-19ની સરખામણીમાં 50 ટકાનો ઘટાડો થયો હતો. તેમ લોકસભામાં સરકારે આંકડાકીય માહિતીમાં જણાવ્યુ હતું. એક પ્રશ્ર્નના જવાબમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે, અખબાર ઉદ્યોગે 2017-18માં 13,84,056 કિલોગ્રામ ન્યુઝપ્રિન્ટની આયાત કરી હતી. જે 2020-21માં ઘટીને 6,48,620 કિલોગ્રામ થઇ હતી. જે આશરે 46 ટકાનો ઘટાડો દર્શાવે છે. ન્યુઝપ્રિન્ટની આયાત 2021-22માં ઘટીને 5,97,766 કિલોગ્રામ થઇ હતી તેમ ઠાકુરે વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના સભ્ય માર્ગની ભારતના એક સવાલના જવાબમાં કહ્યુ હતું.

- Advertisement -

સરકારે જાહેર કરેલી આંકડાકીય માહિતી મુજબ, અખબારી ઉદ્યોગે 2018-19માં 12,96,300 કિલોગ્રામ ન્યુઝ પ્રિન્ટની આયાત કરી હતી. અને તે આંશિક ઘટીને 2019-20માં 12,96, 354 કિલોગ્રામ થઇ હતી. ઠાકુરે કહ્યુ હતુ કે અગાઉ ન્યુઝપ્રિન્ટ પર 10 ટકા બેઝિક કસ્ટમ ડયુટી અમલી બની હતી. જે ઘટાડીને પાંચ ટકા કરાય હતી. ન્યુઝપ્રિન્ટ પરની કસ્ટમ જકાતમાં વધારા કે મુકિત માટે ન્યુઝપેપર ઉદ્યોગમાંથી રજુઆતો મળી હતી. જેની નાણા મંત્રાલયે ચકાસણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular