Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરના નાઘેડી માંથી 5.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

જામનગરના નાઘેડી માંથી 5.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

એલસીબી દ્વારા 1320 નંગ દારૂની બોટલ તથા મોટર કાર મળી કુલ રૂ 8,28,000નો મુદ્દામાલ કબજે : ચારેય ફરાર આરોપીની શોધખોળ

- Advertisement -

જામનગર એલસીબીની ટીમે નાઘેડી ગામે પડતર અવાવરૂ મકાન અને મોટરકાર માંથી 5,28,000 ની કિંમતની 1320 ઈંગ્લીશ દારૂની બોટલ અને 3 લાખની કિંમતની મોટરકાર મળી કુલ રૂ 8,28,000 નો મુદ્દામાલ કબજે કરી ચાર શખ્સો વિરુધ ગુનો નોંધી ચારેય આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, નાઘેડી ગામમાં રહેતા રામભાઈ જીવાભાઈ મોઢવાડિયા, કાનાભાઈ જીવાભાઈ મોઢવાડિયા, આસીફભાઇ કાસમભાઈ સુમરા, ઈરફાનભાઈ કાસમભાઈ સુમરાએ નાઘેડીગામમાં હનુમાન મંદિર પાસે આવેલ પડતર અવાવરું મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવા માટે ઉતારેલ હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઈ ઘાઘલને મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પી.એસ.આઈ. બી.એમ.દેવમુરારી, પો.સ.ઇ. કે.કે.ગોહીલ, પો.સ.ઇ. આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, ખીમભાઇ ભોચીયા, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, હીરેનભાઇ વરણવા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાડીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ્‌ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, સંજયભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી તથા કાર માંથી રૂ 5,28,000 ની કિમતની અલગ અલગ બ્રાન્ડની 1320 નંગવિદેશી દારૂની બોટલ તથા રૂ 3,00,000 ની કિમતની જી.જે.-03- એફડી- 1587 નંબરની મોટરકાર મળી કુલ રૂ 8,28,000નો મુદ્દામાલ કબજે કાર્યો હતો. અને ચારેય આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular