Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર43 ઘેટા-બકરાઓના મૃત્યુ થતાં સરકાર દ્વારા તાત્કાલીક સહાય ચૂકવાઇ

43 ઘેટા-બકરાઓના મૃત્યુ થતાં સરકાર દ્વારા તાત્કાલીક સહાય ચૂકવાઇ

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે પશુપાલકને ચેક અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી

- Advertisement -

જામનગર જિલ્લાના નથુવડલા ગામે રહેતા પશુપાલક હઠાભાઈ કરણાભાઈ ઝાપડાનાં 41 ઘેટા અને 2 બકરા મળી 43 પુખ્ત પશુઓનું ફૂડ પોઈઝનીંગથી ગત તા.14 ડિસેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. વર્ષ 2022-23 હેઠળ રોગચાળા, મહારોગચાળા સમયે મરઘાં, બતક તથા પશુધનના મૃત્યુ સામે વળતર આપવાની યોજના હેઠળ સરકાર દ્વારા રૂ.70950ની સહાય મંજૂર કરવામાં આવતા રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા પશુપાલકને ચેક અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના પાઠવવામા આવી હતી.

- Advertisement -

પશુપાલક તેમજ તેમના પરિવારને સાંત્વના પાઠવતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પશુપાલકોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. પશુપાલકોનું જીવનધોરણ ઊંચું આવે તેમના પશુઓને ઘાસચારો મળી રહે, રહેઠાણ મળી રહે તેમજ પશુ બીમાર હોય ત્યારે સારવાર થઈ શકે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નથુવડલા ગામના પશુપાલકના ઘેટાં-બકરાઓના ફૂડ પોઈઝનીંગથી મૃત્યુ થવાની ઘટના દુખદ છે. તેમના પરિવારને સરકાર તરફથી સાંત્વના પાઠવતા મંત્રીએ જણાવ્યું હતું કે હઠાભાઈની આજીવિકા છીનવાઇ જતાં તેઓને આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા ત્વરિત રૂ.70950ની સહાય અર્પણ કરવામાં આવી છે. પશુપાલકો, ખેડૂતો તેમજ નાનામાં નાના વ્યક્તિને પણ કઇ રીતે મદદરૂપ થવું તે દિશામાં સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. અને છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ મારફતે સહાય પહોંચે તે માટે સરકાર સતત કાર્યરત છે. હઠાભાઈના ઘેટા-બકરાઓના મૃત્યુ થતાં સરકાર દ્વારા તેમણે ડીબીટીથી ત્વરિત સહાય ચૂકવવામાં આવતા તેઓએ સરકાર તેમજ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે પશુપાલન વિભાગના નિયામક ફાલ્ગુનીબેન ઠક્કર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખધરમશીભાઈ ચનીયારા, પશુપાલન વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્ય મનસુખભાઈ ચભાડીયા, તાલુકા પ્રમુખ નવલભાઈ મૂંગરા, ગામના આગેવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular