Monday, August 3, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 6 જુગાર દરોડામાં 10 મહિલા સહિત 42 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં 6 જુગાર દરોડામાં 10 મહિલા સહિત 42 શખ્સ ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં જ જુગારની મૌસમ પૂરબહાર ખીલી છે. જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતી પાંચ મહિલાઓને રૂા. 63,200ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના હાપામાં યોગેશ્વરધામ પાસેના વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં નવ શખ્સોની રૂા. 41,480ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના હાપામાં યોગેશ્વરધામ, શેરી નં. 3 પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન અનિલ બચુ પાડલિયા, રોહિત હંસરાજ રંગપરા, ભાવેશ હંસરાજ મકવાણા, રવિરાજસિંહ ભીખુભા જાડેજા, ક્રિષ્ણરાજસિંહ મહાવીરસિંહ ઝાલા, રણછોડ વલ્લભ ચૌહાણ, ઘનશ્યામસિંહ ભીખુભા જાડેજા, મહેશ ધીરૂ રાઠોડ, રાજુ જગદિશ રંગપરા સહિતના નવ શખ્સોને રૂા. 41,480ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરના ગોકુલનગર જકાત નાકા પાસે સોહમનગર સોસાયટીમાં આવેલા મહિલાના રહેણાંક મકાનમાં ચાલતા જુગાર સ્થળે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સંચાલિકા મહિલા સહિત પાંચ મહિલાઓને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 63,200ની રોકડ અને ગંજીપના સહિતના મુદામાલ સાથે ઝડપી લીધી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં ખારવાના કાંઠે પીપળાના ઝાડ નીચે જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન વલ્લભ સવજી સાપરિયા, નિલેશ પ્રવીણ ડાભી, ગોવિંદ મગન ડોડવાડિયા, ભૂપત ગોવિંદ ડાભી, અશ્વિનગર દોલતગર ગોસાઇ, રાજન મેઘજી વારસકિયા સહિતના 6 શખ્સોને જામજોધપુર પોલીસે રૂા. 13,780ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

ચોથો દરોડો જામનગરના કે. પી. શાહ વાડી, ચાર ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતા સ્થળે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન મહાવીરસિંહ ગંભીરસિંહ જાડેજા, અશ્વિનસિંહ રાહુભા ઝાલા, ભગીરથસિંહ ભીખુભા ચુડાસમા, રાજેન્દ્રસિંહ બળદેવસિંહ જેઠવા, જાહિદ આમદ મલેક, દિલીપસિંહ નારૂભા વાઢેર નામના 6 શખ્સોને રૂા. 27,950ની રોકડ અને ઘોડીપાસના બે નંગ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો જામનગરના વિભાપરમાં મધુરમ્ સોસાયટી, શેરી નંબર એકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મુકેશ ધવલ મહેતા, યોગેશગીરી જગદિશગીરી ગોસાઇ, રાજેશ રામનાથ કંથળ, ભરતસિંહ ઉમેદસિંહ વાઘેલા અને પાંચ મહિલા સહિત નવ શખ્સોને રૂા. 13,810ની રોકડ અને ગંજીપના સાથે બેડી મરીન પોલીસ સ્ટાફે ઝડપી લઇ જુગારાધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

છઠ્ઠો દરોડો લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા મુકેશ બાબુ પરમાર, દિવ્યરાજસિંહ ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ઉર્ફે દીગુભા બાબભા જાડેજા, દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા, રાહુલસિંહ પ્રદીપસિંહ વાઘેલા, મ્યૂરસિંહ પ્રવીણસિંહ જાડેજા, રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા નામના સાત શખ્સોને લાલપુર પોલીસે રૂા. 10,660ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular