Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં બનશે 32 નવા બ્રીજ, 91.65 કરોડના ખર્ચે થશે બાંધકામ -...

જામનગર જિલ્લામાં બનશે 32 નવા બ્રીજ, 91.65 કરોડના ખર્ચે થશે બાંધકામ – VIDEO

જામનગર જિલ્લામાં જૂના અને ખરાબ હાલતમાં આવેલા બ્રીજોને દૂર કરીને નવા બ્રીજ નિર્માણની દિશામાં રાજ્ય સરકારે મહત્ત્વનો પગલું ભર્યું છે.

- Advertisement -

ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ સમગ્ર જિલ્લામાં આવેલ તમામ બ્રીજોની તાકીદે ચકાસણી કરવામાં આવી હતી. ગાંધીનગરથી આવેલી વિશેષ ટીમ દ્વારા તમામ બ્રીજોની સ્થિતિ અંગે તપાસ કરીને એક માસમાં અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અહેવાલના આધારે રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં કુલ 32 નવા બ્રીજ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ માટે કુલ ખર્ચ 91.65 કરોડ રૂપિયા નક્કી કરાયો છે અને વર્ક ઓર્ડર પણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે.

જેમા

- Advertisement -

જામનગર તાલુકાના : 5

લાલપુર તાલુકાના : 3

જામજોધપુર તાલુકાના : 8

કાલાવડ તાલુકાના: 10

ધ્રોલ તાલુકાના : 3

જોડીયા તાલુકાના : 3

જીલ્લાના 6 તાલુકામા કુલ 32 બ્રીજ માટેના વર્ક ઓર્ડર કરવામા આવેલ છે.

આ બાંધકામની કામગીરી ચોમાસા બાદ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. અને આવતા ચોમાસા પહેલા આ તમામ 32 કામ પુર્ણ થાય તેવુ આયોજન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular