Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપીજીવીસીએલ દ્વારા ચોથા દિવસે ખંભાળિયા-ભાણવડમાંથી 23 લાખની વીજચોરી ઝડપાઇ

પીજીવીસીએલ દ્વારા ચોથા દિવસે ખંભાળિયા-ભાણવડમાંથી 23 લાખની વીજચોરી ઝડપાઇ

સતત પાંચમાં દિવસે વીજચેકીંગ હાથ ધરાયું : જામનગરના નવાગામ ઘેડ, ભીમવાસ, સ્વામિનારાયણનગર, દરેડ સહિતના વિસ્તારોમાં ચેકીંગ

- Advertisement -

પીજીવીસીએલ કચેરી દ્વારા જામનગર સહિત હાલાર પંથકમાં છેલ્લા પાંચ દિવસથી કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરીને વિજચોરો ઉપર તવાઇ બોલાવવામાં આવી રહી છે. આજે સતત પાંચમાં દિવસે પીજીવીસીએલની ટીમ દ્વારા જામનગર શહેરમાં વિજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર સર્કલ હેઠળના સેન્ટ્રલ ઝોન, સાત રસ્તા સબ ડીવીઝન રૂરલ સબ ડીવીઝન હેઠળના વિવિધ વિસ્તારોમાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજચેકિંગ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે 15 એસઆરપી જવાનો સહિતનો કાફલો સાથે રાખવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં ગઇકાલે સતત ચોથા દિવસે વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસ જામનગર શહેરમાં વીજચેકીંગ દરમિયાન પોણા કરોડ જેટલી વીજચોરી ઝડપી લીધા બાદ ત્રીજા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા, કલ્યાણપુર અને દ્વારકા સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં 30 ટીમો દ્વારા સઘન વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યા બાદ ચોથા દિવસે ખંભાળિયા અને ભાણવડમાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 396 વીજજોડાણોમાં ચેકીંગ હાથ ધરતા 67 વીજજોડાણોમાં ગેરરીતિ સામે આવી હતી.જેને 23.30 લાખના વીજબીલ ફટકારવામાં આવ્યાં હતાં.

જામનગર પીજીવીસીએલ દ્વારા સોમવારથી જામનગર શહેર-જિલ્લામાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે જામનગર શહેરમાંથી 80 વીજજોડાણોમાંથી 41.27 લાખ અને બીજા દિવસે 100 વીજજોડાણોમાંથી 32.55 લાખની વીજચોરી ઝડપી લીધી હતી.

- Advertisement -

ત્રીજા દિવસે કુલ 418 વીજજોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં જે પૈકી 73 વીજ જોડાણોમાં ગેરરીતિ મળી આવી હતી. જેઓને રૂા.17.93 લાખના વીજ ચોરીના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. ગઈકાલે ચોથા દિવસે ખંભાળિયા-ભાણવડ વિસ્તારમાંથી 23.30 લાખની વીજ ચોરી ઝડપ્યા બાદ આજે પાંચમા દિવસે જામનગર શહેરમાં નવાગામ ઘેડ, ભીમવાસ, સ્વામિનારાયણનગર, યાદવનગર, કોમલનગર, દરેડ સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની 26 ટીમો દ્વારા વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા સતત પાંચ દિવસથી વીજ ચોરી અંગે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજચોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular