ભ્રષ્ટાચારને નાથવાના શ્રેણીબદ્ધ પગલાઓ વચ્ચે નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ આવક કરતા વધુ સંપતિનાં એક કેસમાં જાહેર ક્ષેત્રની કંપનીના પૂર્વ ચેરમેન પર તવાઈ ઉતારી હતી અને તેમના ઘરમાંથી 20 કરોડની રોકડ જપ્ત કરી હતી.
આટલી મોટી રકમની રોકડ મળતા કુલ સંપતિનો આંકડો ઘણો મોટો આવવાની અટકળો છે. સીબીઆઈ જળ શકિત મંત્રાલય અંતર્ગત આવતા જાહેર ક્ષેત્રનાં યુનિટ વોટર એન્ડ પાવર ક્ન્સલ્ટેન્સીનાં ભૂતપૂર્વ સીએમડી રાજેન્દ્રકુમાર ગૌતમનાં પરિસરો પર દરોડા પાડયા છે અને રૂપિયા 20 કરોડની રોકડ જપ્ત કરી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે રાજેન્દ્રકુમાર ગૌતમ અને તેમના પરિવાર સામે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ દિલ્હી, ચંદીગઢ, પંતકુલા, ગુરૂગ્રામ, સોનીપત અને ગાજીયાબાદ સહીત 19 સ્થળોએ દરોડા પાડયા હતા.
આ સમયે સીબીઆઈ 20 કરોડ રૂપિયાની રોકડ ઉપરાંત કેટલાંક પ્રમાણમાં સંપતિ પણ જપ્ત કરી છે. આ ઉપરાંત દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. 20 કરોડની રોકડ સુટકેસ અને બેડમાં રાખવામાં આવ્યા હતા. રેડ સમયે સીબીઆઈએ તો, આ રોકડ મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વાપ્ક્રોસ જળ શકિત મંત્રાલયની વહીવટી નિયંત્રણ હેઠળ સરકારની સંપૂર્ણ માલીકીની કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ છે. આ અગાઉ વોટર એન્ડ પાવર ક્ધસલ્ટેન્સી સર્વીસીસ (ઈન્ડીયા) લીમીટેડ તરીકે ઓળખવામાં આવતુ હતું.


