Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીય2.70 લાખ પ્રતિ કિલોની કિંમતની ‘મિયાઝાકી’ કેરી ભારતમાં આવી

2.70 લાખ પ્રતિ કિલોની કિંમતની ‘મિયાઝાકી’ કેરી ભારતમાં આવી

છત્તીસગઢના રાયપુરમાં મેંગો ફેસ્ટીવલનું આયોજન થાય છે જેમાં આંતરરાષ્ટ્રિય બજારમાં વિશ્વની સૌથી મોંઘી કેરી ‘મિયાઝાકી’નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

રાયપુરમાં 17 થી 19 જૂન દરમ્યાન આ મેંગો ફેસ્ટીવલમાં જાપાનની પ્રખ્યાત કેરી ‘મિયાઝાકી’ પ્રદર્શીત કરવામાં આવી હતી. આ કેરીની કિંમત રૂા. 2.70 લાખ રૂપિયા પ્રતિકિલો છે. તેવું જાણવા મળ્યું હતું.

નિવૃત્ત જનરલ મેનેજર કોલ ઇન્ડિયા આરપી ગુપ્તા જેમણે ફેસ્ટીવલમાં કેરીઓ પ્રદર્શિત કરી તેમણે કહ્યું કે, આ કેરીને ઉગાડવામાં ઘણી કાળજી લેવી પડે છે. કોર્પોરેટ ગિફટ તરીકે તેનો વેપાર કરવામાં આવે છે. તેથી આ કેરીની કિંમત સામાન્ય કેરી કરતાં વધુ છે તેની એક ગુણવત્તા પણ છે. આ કેરીનો એક ભાગ જે સૂર્યપ્રકાશ મેળવે છે તેનો સ્વાદ અલગ છે. ‘મિયાઝાકી’ કેરીનું વજન 639 ગ્રામ છે અને તે જાપાનમાં ઉગાડવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular