Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીય19 વર્ષની યુવતીને 48 કલાક સુધી નશાના ઇંજેકશનો આપી, ગોંધી રાખી, 04...

19 વર્ષની યુવતીને 48 કલાક સુધી નશાના ઇંજેકશનો આપી, ગોંધી રાખી, 04 શખ્સો દ્વારા ગેંગરેપ

કયા રાજયના, કયા પક્ષના આગેવાન-કાર્યકરો વિરૂધ્ધ ફરીયાદ ?: વાંચો અહીં…

- Advertisement -

મધ્યપ્રદેશના શહડોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં 20 વર્ષીય યુવતીને નશાકારક ઈન્જેક્શન આપીને ભાજપના નેતા સહિત ચાર લોકોએ તેની સાથે બે દિવસ સુધી ગેંગરેપ કર્યો હતો. ઈન્જેક્શન આપ્યા પછી તેને બળજબરીથી દારૂ પણ પિવડાવ્યો. યુવતીની સ્થિતિ બગડવા પર આ લોકો તેને ઘરની સામે બેભાન સ્થિતિમાં ફેંકીને ભાગી ગયા.

- Advertisement -

18 ફેબ્રુઆરીએ યુવતીએ તેના ઘરેથી ગુમ થઈ હતી. તેના પરિવારના સભ્યોએ જૈતપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ પર પોલીસે ભાજપના જૈતપુર મંડલ અધ્યક્ષ વિજય ત્રિપાઠી, શિક્ષક રાજેશ શુક્લા, મુન્ના સિંહ અને મોનુ મહારાજની વિરુદ્ધ ધારા 376, 342 અને 34 અંતર્ગત મામલો નોંધ્યો છે.

હું 18 ફેબ્રુઆરીની સાંજે લગભગ 7.30 વાગ્યે ઘરની બહાર ચક્કર મારવા નીકળી હતી. એ સમયે એક કાર આવી એમાંથી કેટલાક લોકો ઊતર્યા અને મારું મોઢું દબાવીને કારમાં જબરદસ્તીથી બેસાડી દીધી.

- Advertisement -

તેઓ મને જૈતપુરથી લગભગ 8 કિમી દૂર ગાડાઘાટ સ્થિત ફાર્મ હાઉસમાં લઈ ગયા. મને પહેલા નશાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું, પછીથી દારૂ પિવડાવવામાં આવ્યો. પછી ચાર લોકોએ બળાત્કાર કર્યો. 20 ફેબ્રુઆરીએ મારી તબિયત બગડ્યા પછી રાતે લગભગ 9.30 વાગ્યે બેભાન સ્થિતિમાં તેઓ મને મારા ઘરની સામે છોડીને જતા રહ્યા. રડવાનો અવાજ સાંભળીને પરિવાર બહાર નીકળ્યો અને મને ઉઠાવીને અંદર લઈ ગયા. એમ આ યુવતીએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, ચારેય આરોપીની ઉંમર 35થી 40 વર્ષની વચ્ચે છે. પોલીસ ચારેય આરોપીની વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો મામલો નોંધ્યો છે. એડિશનલ એસપી મુકેશ કુમાર વૈશ્યે જણાવ્યું હતું કે પીડિતા 18 ફેબ્રુઆરીથી ઘરમાંથી ગુમ હતી. પોલીસ કેસની તપાસ કરી રહી હતી. પીડિતા તેના ઘરથી થોડા અંતરે બેભાન સ્થિતિમાં મળી, પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. ભાનમાં આવ્યા પછી પીડિતાએ જણાવ્યું હતું કે એક લાલ રંગની કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું અને પછી તેની પર ફાર્મ હાઉસમાં લઈ જઈને ઘણી વખત રેપ કરવામાં આવ્યો.

- Advertisement -

હાલ આ મામલામાં કોઈની પણ ધરપકડ થઈ નથી. એવી એક શક્યતા છે કે ચારેય આરોપી લાલ રંગની કારમાં યુવતીને તેના ઘરની થોડી દૂર ફેંકીને ફરાર થઈ ગયા. પોલીસે આરોપીઓની ધરપકડ માટે ઘણી ટીમોની રચના કરી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી બીજેપીના જિલ્લા અધ્યક્ષ કમલ પ્રતાપ સિંહે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે આરોપી વિજય ત્રિપાઠીને પાર્ટીમાંથી દૂર કરી દેવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular